રાજપીપલામાં જકાતનાકાથી વડિયા ગ્રામ વચ્ચે આવેલ સોસાયટીઓનાં રહીશોનુ આંદોલન સમેટાયુ

- સાંસદ મનસુખ વસાવા એ રસ્તો બનાવવાની ખાતરી આપી
- ભૂખ હડતાલ પર ઉતરેલા રહીશો ના પારણા કરાવ્યાં
રાજપીપલા જકાતનાકા થી વડિયા ગ્રામ સુધી નો રસ્તો જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ વાલા નમૅદા જીલ્લા માં આવેલ હોય ત્યારે નમૅદા જીલ્લા ના વdમથક રાજપીપલા માં જકાતનાકા થી વડિયા ગ્રામ વચ્ચે આવેલ સોસાયટીઓનાં રહીશો રસ્તા વગર ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જ્યાં લગભગ ૭થી ૮ સોસાયટીઓ આવેલી છે .આ સોસાયટીમા આશરે ૪૦૦ પરિવારો વસવાટ કરે છે જે ૨૨/૯/૨૦૧૯ ને રવિવારે બપોરે ૩વાગેથી ગાંધી ચિંધ્યા માર્ગપર અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેસી અહિંસા રીતે આંદોલન કરી રહ્યા હતા ત્યારે પ્રાંત અધિકારી ડામોર સાહેબ તથા કોંગ્રેસની ટીમ આવી હતી તથાસાંસદ મનસુખ વસાવા તેમજ મહેશભાઈ રજવાડી સરપંચ, પ્રકાશ ભાઈ વ્યાસ જીગ્નેશ પરમાર.વિજય વસાવા.અમીત વસાવા. વિરેન્દ્રસિંહ સુણવા.ચંદ્રેશ પરમાર ની આગેવાની હેઠળ આ આંદોલનકરાયુ હતુ . સાંસદ મનસુખભાઈ ના હાથે ભૂખ હડતાળ ગાંધી ચિંધ્યા માર્ગે સમાપ્ત કરાઈ હતી . અધિકારીએ લેખિતમાં બાંહેધરી આપી હતી . જે ટુંક સમયમાં આ રસ્તો બનાવવા કહ્યું હતુ જે સરકાર પાસે જોબ નંબર પાડવા માટે મોકલવામાં આવશે.,હવે એ જોવુ રહ્યુ કે સરકાર શું કરે છે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા