સાગબારાના કોલવાણ ગામે ઈન્ડસ ટાવર કંપનીના ટાવરમાં ભીષણ આગ

- કોન્ટ્રાક્ટર લેવા ધંધાકીય હરીફાઇમાં અદાવતે જ્વલનશીલ પદાર્થ લગાડી ટાવરમાં આગ લગાડવાની પોલીસ ફરિયાદ
- 13 લાખનું ભારે નુકસાનની ફરિયાદ, 3 ઈસમો સામે ફરિયાદ.
સાગબારા તાલુકાના કોલવાણ ગામે ઇન્ડસ ટાવર કંપનીના ટાવર માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં કોન્ટ્રાક્ટર લેવા ધંધાકીય હરીફાઇમાં અદાવતે જ્વલનશીલ પદાર્થ લગાડી ટાવરમાં આગ લગાડવાની ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ સાગબારા પોલીસ મથકે થઈ છે જેમાં 13 લાખનું ભારે નુકસાનની ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી સંજયસિંહ ગણેશસિંગ ગહેરવાર (રહે. પાનોલી, જી.આઇ.ડી.સી. નેશનલ હાઇવે નંબર.8 મેઘા પેટ્રોલ પંપ ના કમ્પાઉન્ડમાં, અંકલેશ્વર, મૂળ રહે. ગઢવા તા.હુજુર, જી. રેવા મધ્યપ્રદેશ) એ આરોપીઓ પ્રતાપભાઈ ફાવાભાઈ મોરી (રહે, સી /20-302, લક્ઝરીયા એપાર્ટમેન્ટ, બાબને ગામ. બારડોલી, જી. સુરત) ભરતભાઈ પુનાભાઈ કાનમિયા (રહે. બારડોલી આર.ટી.ઓ ઓફિસ પાછળ ભરવાડ વાસમાં, તા.બારડોલી, જી.સુરત) જયવંતસિંહ ઉર્ફે જયું મનુભાઇ રાઠોડ (રહે પીંગળી ગામ, રાઠોડ શેરી, નવા પ્લોટ વિસ્તાર, તા. તળાજા, જી. ભાવનગર) સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓ પ્રતાપભાઈ, ભરતભાઈ, જયવંતસિંહએ ઇન્ડસ કંપનીના ટાવરોમાં સિક્યુરિટી સર્વિસના કંટ્રોલ લેવા તથા ધંધાકીય હરીફાઇમાં કારણે કોલવણ ગામ ખાતે આવેલી ઇન્ડ્સ કંપની પાવર કંપનીના ટાવર નંબર 1084975ની જાણીબૂજીને કોઈ જવલણશીલા પદાર્થોથી આગ લગાડી રૂ. 1300000/- જેટલા નું નુકસાન પહોંચાડી ગુનો કરી એકબીજાની મદદગારી કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા