ઘણા સમય પછી આકાશમા ગુરુ અને ચંદ્રની યુતિનો નઝારો જોવા મળ્યો

મહિનાની બીજ હોવાથી ચંદ્રદર્શન કરનારાઓ અદ્ભૂત દૃશ્યના સાક્ષી બન્યા હતા. ચંદ્રની નીચેનાનો આભલા જેવા લટકતા ગુરુના ગ્રહને જોઇ આ કયો તારો કે ગ્રહ છેની પુછપરછના ફોન શરૂ થઈ ગયા હતાં તો હાથવગા મોબાઇલથી ફોટોગ્રાફી પણ થવા માંડી હતી. જ્યોતિષીઓના મતે ચંદ્ર ગુરુ યુતિ ગજકેશરી યોગનું સર્જન કરતો હતો તો ખગોળવિદો માટે ગુરુ, ચંદ્ર, શુક્ર અને શનિનો નઝારો દર્શનિય રહ્યો હતો. કચ્છના સફેદ રણમા ટેન્ટ સીટી ખાતે આવેલા પ્રવાસીઓ ટેલિસ્કોપથી આ નઝારો જોઇ આનંદિત થયા હતાં.
નરેન્દ્ર ગોર
સ્ટાર ગેઝીંગ ઇન્ડિયા