ધાનેરામાં RTOના વાહન પાસીંગ કેમ્પમાં એજન્ટોનો રાફડો : વાહન માલિકો કરતા એજન્ટો વધારે

ધાનેરામાં RTOના વાહન પાસીંગ કેમ્પમાં એજન્ટોનો રાફડો : વાહન માલિકો કરતા એજન્ટો વધારે
Spread the love

 

આરટીઓ અધિકારી એજન્ટો સામે કાર્યવાહી કરવાના બદલે મીડિયા કર્મીના ફોટા પાડવામાં વ્યસ્ત બન્યા

સરકાર દ્વારા રાજ્યમાં થી ચેકપોસ્ટો તો નાબૂદ કરી દેવામાં આવી પરંતુ હવે આરટીઓના એજન્ટો નાબુદ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે આરટીઓ અધિકારી અને એજન્ટો ની મિલીભક્તિથી આમ પ્રજા લૂંટાઈ રહી છે ત્યારે આરટીઓ અધિકારી એજન્ટો સામે કાર્યવાહી કરવાના બદલે મીડિયા કર્મીઓ ના ફોટા પાડવામાં વ્યસ્ત બન્યા.

સરકાર દ્વારા તો એજન્ટોને નાબૂદ કરી દેવામાં આવ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓ જાણે એજન્ટ વગર કામ જ ન ગમતું હોય તેમ લાગી રહ્યું છે પાલનપુર આરટીઓ કચેરીમાં પણ એજન્ટોનો રાફડો  ફાટ્યો નીકળ્યો છે તો બીજી તરફ આરટીઓ દ્વારા કરવામાં આવતા  તાલુકાના કેમ્પમાં પણ એજન્ટોનો રાફળો જોવા મળે છે જો વાત કરવામાં આવે ધાનેરા વિસ્તારની તો આજે ધાનેરા તાલુકાના થાવર ગામે વાન પાર્સિંગ માટે આરટીઓ નો કેમ્પ યોજાયો હતો જેમાં વાહન માલિકો કરતા આરટીઓ એજન્ટ વધુ નજરે જોવા મળ્યા હતા.

સમગ્ર બાબતે અમારી ટીમ દ્વારા કવરેજ કરતાં આરટીઓ અધિકારી લાજવાના બદલે મોબાઈલ ગાડી તે પણ કવરેજ કરનાર મીડિયાકર્મીનું શૂટિંગ કરતા નજરે જોવા મળ્યા હતા કોઈ પણ વ્યક્તિને તેનું વાહન પાર્કિંગ કરવું હોય તો પહેલા એજન્ટોને મળવું પડે છે અને તે બાદ જ તેનું ભાન પાર્સિંગ થાય છે અને જો કોઈ કામ જાતે કરવાની કોશિશ કરે તો અધિકારીઓ જવાબ નથી આપતા એટલે લોકોને કંટાળીને પણ એજન્ટોના શરણે જવું પડે છે ત્યારે ગુજરાત સરકાર પણ આ બાબતે યોગ્ય નિર્ણય લઈ અને એજન્ટો અને અધિકારીઓ સામે લાલા કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!