વિવેકાનંદ સ્કૂલમાં બાળકને માર મારવાની ઘટના સામે આવી….!

- ધાનેરામાં સ્કૂલને બાળકોને માર મારવાની હરીફાઈ જામી હોય તેમ એકજ અઠવાડિયા બે બાળકોને માર મારતા ચકચાર મચી જવા પામી છે પહેલા આલવાડા અને આજે વિવેકાનંદ સ્કૂલ માં માર મારવાની ઘટના સામે આવી …..
શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામા આવે છે સરકાર પણ ભાર વિનાના ભણતર પર ભાર મૂકે છે પરિપત્ર જાહેર કરીને બાળકોને શિક્ષા ન કરવાનો આદેશ આપવામા આવ્યા છે પણ હાલ ધાનેરામાં શિક્ષકો હેવાન બની ગયા એમ આ જ વિકમાં બે બાળકોને મૂઢ મારવાની ઘટના સામે આવતા વાલીઓમાં ચિતાનું મોજું ફેરવાઈ જવા પામ્યું છે….
ધાનેરાની નામચીન સ્કૂલ એટલે કે વિવેકાનંદ સ્કૂલ અને એમાં જ ધોરણ 9 માં ભણતા પ્રદીપ પટેલ નામક વિધાર્થીને વિજ્ઞાન શિક્ષકે મૂઢ માર મારતા ધાનેરા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જે તાપસ કરતા ડોકટરે ફેક્ચર હોવાની વાત કરતા અન્ય ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતની વાલીએ સ્કૂલ ના સતાવાળાઓ ને રજુઆત કરવા જતાં વાલી ની વાત સભળવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે સવાલ એ ઉભા થઇ રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત ?
બાળકોને માર મારવાની આ શિક્ષકોને સતા કોને આપી ? ગુજરાત સરકારની આ નીતિ છે ભાર વિનાના ભણતરની…આવા અનેક સવાલો વચ્ચે બે ઘટના બનતા ધાનેરામાં વાલીઓ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે જોવાની એ રહ્યું કે આ બન્ને શિક્ષક વિરુદ્ધ બનાસકાંઠા ડી.ઓ. સાહેબ શું પગલાં લે છે એ તો આવનારો સમય જ બતાવશે.