દેત્રોજના જીવાપુરાના પાટીયા પાસે અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું મોત

કડી થી દેત્રોજ રોડ ઉપર આવેલ જીવાપુરા ગામના પાટીયા પાસે વળાંક માં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા ઘટનાસ્થળેજ એક યુવાનનું મૃત્યુ થયું હતું અને બીજા યુવાનને ગંભીર ઇજાઓ થયી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે કડી ખસેડવામાં આવ્યો હતો. કડી થી દેત્રોજ રોડ ઉપર આવેલ જીવાપુરા ગામના પાટીયા પાસે આશરે 3 વાગ્યા ના સુમારે કેયુર ઉર્ફે કિશનસિંહ જીલુજી ચાવડા ઉં.19 વર્ષ રહે. રાજપુર તા.કડી અને તેનો મિત્ર ભુપેન્દ્રસિંહ કનુજી ડાભી રહે.ડાભી ડાંગરવા તા.કડી ગાડી લઈને પસાર થયી રહ્યા હતા ચાલકે વળાંક માં ગાડી ઉપર કાબુ ગુમાવતા ગુમાવતા ગાડી પલટી ખાઈ ગયી હતી.અવાજ સાંભળીને આજુબાજુ ના ખેતરમાં કામ કરતા લોકો દોડી આવી બંને યુવાનો ને બહાર કાઢવામાં આવતા કેયુર ઉર્ફે કિશનસિંહ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બીજા યુવાન ને ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે કડી લઈ જવામાં આવ્યો હતો.