રાજપીપળા સંતોષ ચાર રસ્તા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઇવે રોડ ખાનગી વાહનોનો ગેરકાયદે પાર્કિંગ

Spread the love
  • રહેણાંક વિસ્તારના “નો પાર્કિંગ ઝોન”માં રોડ પણ આડીદર મુસાફરોની ફેરી મારતા ખાનગી વાહનો પાર્ક કરતા રહીશો પરેશાન.
  • વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોવાની એસ.પી.ને રજૂઆત.
  • અગાઉ જિલ્લા પોલીસ વડાએ આ ગેરકાયદે બંધ કરાવ્યા પછી પુનઃ ચાલુ કરતા રહીશોમાં ભારે રોષ.
  • સંતોષ ચાર રસ્તા સિન્ડિકેટ બેન્ક પાસે ટ્રાફિક પોલીસ ન હોવાથી વાહનચાલકોને મળેલો છૂટોદોર.
  • બે દિવસ પહેલા માટી ભરેલ ટ્રેક્ટર રોડ પર રહી સોના ઘર ની ગલી માં જવાના રસ્તા વચ્ચે પાર કરીને ક્યાંક જતો રહેતા રહીશોએ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
  • કલાકો સુધી આ ટ્રેક્ટર વાળો ન આવતા એના ચાલકનું ઘેરાવો કરી તેને આડે હાથે લેતા ચાલકો સાથે તું તું મૈં મૈં દ્રશ્યો સર્જાયા.

રાજપીપળા માટે ગેરકાયદે વાહનોનો પાર્કિંગ સ્ટેન્ડ ફૂટી નીકળ્યા છે,  જેમાં રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હાઇવે રોડ પર આડેધડ ગેરકાયદેસર રીતે વાહનોના પાર્કિંગ ને કારણે આજુબાજુના રહીશો ના વાહનોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોવાની બૂમો ઉઠવા પામી છે. બે દિવસ પહેલા માટી ભરેલ ટ્રેક્ટર રોડ પર રહીશોના ઘર ની ગલી માં જવાના રસ્તા વચ્ચે પાર્ક કરીને ક્યાંક જતો રહેતાં રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

કલાક સુધી આ ટ્રેક્ટર વાળો ન આવતા એના ચાલકનો ઘેરાવો કરી તેને આડે હાથે લેતા ચાલક સાથે તું તું મૈં મૈં ના દ્રશ્યો સર્જાયા હતા.  રોજ-બ-રોજ ને આવી બનતી ઘટનાઓને કારણે આ વિસ્તારના રહીશો રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. સંતોષ ચાર રસ્તા પાસે સિન્ડીક બેંક પાસે ખાનગી વાહનો રીક્ષા ટેમ્પો ગેરકાયદે રીતે વગર પરવાનગીએ આડેધડ વાહનો ઉભા રાખી પેસેન્જરોને ઘેટા બકરાની જેમ ભરીને જતા હોય રહીશોને ભારે મુશ્કેલી પડી રહી હોવાની બૂમ ઉઠવા પામી હતી.

આ રોડ પર થોડા વખત પહેલાં જ ગેરકાયદે વાહનોના પાર્કિંગ સામે રહીશોએ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરતાં ખાનગી વાહનોની હેરાફેરી કરી સંતોષ ચાર રસ્તા પાસેથી બંધ કરાઈ હતી પણ નવા એસટી આવ્યા પછી ખાનગી વાહનોના ચાલકો ને છૂટો દોર મળી ગયો છે. ફરીથી આ ખાનગી વાહનો ફૂટી નીકળ્યા છે,અને આડેધડ વાહનો પાર્ક કરી દેતા રહીશોએ તાત્કાલિક અસરથી વાહનો હટાવવાની માંગ કરી છે. રહીશોને પોતાના ફોર વ્હીલ વાહનો બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.

અહીં ભરચક વસ્તી વાળો વિસ્તાર હોવા છતાં ટ્રાફિક પોલીસ મુકાતી નથી અને મુકાય છે, તો ટ્રાફિક પોલીસ કશું કરતી નથી. અહીં સીસીટીવી કેમેરા હોવા છતાં ટ્રાફિક પોલીસે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઇ છે. તેથી ખાનગી વાહનચાલકો ઘી કેળા થઈ ગયા છે. અહીં પોલીસ તંત્ર તત્કાળ પાર્કિંગ સેન્ટર નહી હટાવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ  (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!