કેવડિયામાં વિશ્વસ્તરીય તેમજ આધુનિક સુવિધાવાળા નવા રેલ્વે સ્ટેશનની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે

- 4 સપ્ટેમ્બર, 2019 ના રોજ કામ પૂર્ણ કરવાની મુદત વીતી ગઈ છતાં હજી 25 %કામગીરી પૂર્ણ થઇ નથી.
- કામગીરીનું મોનીટરીંગ કરવા કે નિરીક્ષણ કરવા કોઈ અધિકારીઓ હાજર રહેતા નથી.
- ધીમી ગતિનું કામકાજ જોતા 2020 સુધી આ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ યથાવત ની શક્યતા દેખાતી નથી.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે રોજે રોજ હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓને મુસાફરીમાં અગવડ ન પડે એ માટે કેવડિયા ખાતે નિર્માણ નીતિ રેલવે સ્ટેશનનું કામ ગોપાલ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. આ કામગીરીનું મોનીટરીંગ કરવા કે નિરીક્ષણ કરવા કોઈ અધિકારીઓ હાજર રહેતા નથી તેનું કારણ એવું જાણવા મળ્યું છે, કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત માટે કોઇને કોઇ વીઆઇપી મહેમાનો ના ધામ માં આવતા હોવાથી આ અધિકારીઓને તેમની સરભરા મુકી દેવાતા હોવાથી તેમના પર કામનું ભારણ વધી જવા પામ્યો છે. તેને બદલે તેમને કાયમી ધોરણે અહીં દેખરેખ રાખે તો કામ જ ઝડપી પૂર્ણ થાય તેમ છે.
600 કરોડના ખર્ચે આકાર લઈ રહેલ આ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત 2018 માં થઈ ગયું હતું જેને એક વર્ષ થઈ ગયું છતાં પણ કામકાજ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, ફક્ત કોન્ટ્રાક્ટર ના ભરોસે જ હાલ કામ ચાલી રહ્યું છે. આવી ધીમી ગતિ નું કામકાજ જોતા 2020 સુધી રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થાય છે કે કેમ એ અંગે શંકા છે.
હાલમાં જ ડભોઇ થી કેવડીયા સુધીની રેલવે નું કામ મંથરગતિએ ચાલતા કેન્દ્રીય રેલવેમંત્રી કેવડીયા દોડી આવ્યા હતા અને અધિકારીઓનો ઉધડો લીધો હતો તો આ રેલવેની કામગીરીની સમીક્ષા કેમ થતી નથી. 31 ઓક્ટોમ્બર 2020 પહેલા રેલવે શરૂ કરી દેવા સૂચના છે. હાલમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ગામો અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જે ગામોમાંથી રેલવે ટ્રેક લગાડવાની છે. જ્યાં હજુ સુધી જમીન સંપાદન કરવાની બાકી હોવાથી કામ મારે ઝડપ આવતી નથી ત્યારે રેલ મંત્રીએ વહેલી તકે જમીન સંપાદનનું કામ પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું હવે કેન્દ્રિય મંત્રીએ ઉઘાડો લીધો એ બાદ પણ કામગીરીમાં કોઈ ફરક પડ્યો હોય એવું લાગતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયામાં વિશ્વસ્તરીય તેમજ આધુનિક સુવિધા વાળા એક નવા રેલવે સ્ટેશનનું સરકાર નિર્માણ કરવા જઇ રહી છે. કેવડીયા સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માત્ર 5 કિ.મી.ના અંતરે છે. અને આ જ પ્રતિષ્ઠા પ્રવૃત્તિમાં ને જોવા આવનાર પ્રવાસીઓ માટે એક ભવ્ય ટર્મની સ્ટેશન તરીકે તેની આવશ્યકતાઓને પૂરી કરવાનું છે. કેવડીયા સ્ટેશન ભવનનું નિર્માણ બીજા કરોડો રૂપિયાના અંદાજીત ખર્ચ કરવામાં આવ્યું છે અને તેને પૂરું કરવાનું લક્ષ્ય 4 સપ્ટેમ્બર 2019 સુધીનું રખાયો છે. જે તારીખ તો ક્યારની વીતી ગઈ છે હજી કામગીરીમાં કોઈ વિઘ્ન આવ્યું નથી એ જોતા આ કામગીરી ક્યારે પૂર્ણ થશે એનો જવાબ કોઈની પાસે નથી.
સંપૂર્ણ સ્ટેશન ભવનનું નિર્માણ એક ત્રિસ્તરીય સરચના નું બનાવવાનું છે. જેમાં પ્રથમ અને બીજે તારે ખાસ કરીને તમામ સ્ટેશનો અને સંબંધિત સુવિધાઓ જેમકે સ્ટેશન માસ્તરનો રૂમ, સામાન્ય વેઈટિંગ રૂમ,વીઆઈપી રૂમ, અને વિદેશી પ્રવાસીઓ માટે એક એકિઝક્યુટીવ લોન્જ પણ સામેલ છે. ત્રીજા સ્તરે એક આર્ટ ગેલેરી હશે, જે સ્થાનિક અને આદિવાસી કલા અને શિલ્પકળા ઓને પ્રોત્સાહિત કરશે. સ્ટેશન નિર્માણની શરૂઆત થી જ ભાગ ગ્રીન બિલ્ડિંગ વેરિફિકેશન સાથેનું એકકૃતિ સર્વોત્તમ ટેકનોલોજીકલ, પર્યાવરણ ચેતના અને મન ભાવના ઘટકોનો સમાવેશ થશે.
આ ઇમારત પર્યાવરણને ધ્યાનમાં રાખતા ડિઝાઈન કરાઈ છે. ઈમારતના સમગ્ર કાર્બન ઉત્સર્જનને ઓછો કરવા માટે ફલાયએસી જેવી રિસાયકલ કરી શકાતી સામગ્રી, એસી રૂમ માટે ઈન્સુલેટ કરનાર કાચ અને સ્થાનિક સામગ્રીઓનો ઉપયોગ ભવનમાં નિર્માણ કરવામાં આવનાર છે. એ ઉપરાંત સ્ટેશનની છત પર 200 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા વાળી સોલર પેનલ પર લગાવવામાં આવશે સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ,સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેસ, ટોઇલેટસ અને ઉપચારની રીત જળનો ઉપયોગ કરી ડ્રીપ સંચાર ટેકનોલોજી સહિત અનેક જળ સંચાલન સુવિધાઓ સામેલ હશે.
વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત કચરાના વર્ગીકરણ માટે અલગ-અલગ ડબ્બાની જોગવાઈના માધ્યમને પ્રોત્સાહન કરવામાં આવશે અને ગ્રીન વેસ્ટનો ઉપયોગ બાગ કામમાં ખાતરના ઉપયોગ માટે કરાશે. સ્ટેશનમાં દિવ્યાંગ લોકો માટે ખાસ વ્યવસ્થા હતી. જેમકે વ્હીલચેર માટે રેમ્પ, વિવિધ માળ સુધી અવરજવર માટે લિફ્ટ અને એસ્કેલેટર, રેલ્વે સ્ટેશનની બંને બાજુએ દિવ્યાંગ ને અનુકૂળ શોચાલય વગેરે પણ આ બધું ક્યારે શરૂ થશે એ પ્રવાસીઓમાં પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. મોટા મોટા પ્રોજેક્ટ ની જોરશોરથી જાહેરાત થાય છે પણ એનું ઝડપથી અમલીકરણ થતું નથી એ ખેદની વાત છે. સરકાર આ પ્રોજેક્ટને ઝડપી પૂર્ણ કરે એવી પ્રવાસીઓની માંગ ઉઠી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)