ભેસાણ તાલુકામાં સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનાં શ્રીગણેશ…

ભેસાણ તાલુકામાં સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનાં શ્રીગણેશ…
Spread the love

ભેસાણ તાલુકાના ગામોમાં વાડી વિસ્તારોમાં મજુરી કામ કરવા માટે  આવતા બહાર ના  રાજ્યો જેવા કે મધ્ય પ્રદેશ,ઉતર પ્રદેશ,રાજસ્થાનમાંથી   આવતા મજુર લોકોની સગર્ભા સ્ત્રીઓ તથા બાળકો ને વિવિધ રસીઓ દ્વારા રસીકરણ કરીને રક્ષિત કરવાની કામગીરી એટલે ” મિશન ઇન્દ્રધનુષ ” કાર્યક્રમ.  આ વિશે વધુ માહિતી આપતા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.પુજા પ્રિયદર્શીની એ જણાવ્યું હતું કે જેમ ઈન્દ્રધનુશમાં સાત રંગો હોય છે તેમ આ કાર્યક્રમમાં પણ સાત રસીઓ દ્વારા બાળકોને રક્ષિત કરવાના હોય છે.

આ કાર્યક્રમ અંતર્ગત ફી.હે.વ.,મ.પ.હે.વ.તથા આશા દ્વારા  તાલુકાના ગામોમાં વાડી વિસ્તારનું સર્વે કરીને 0 થી 2   વર્ષ ના તમામ બાળકો તથા સગર્ભા સ્ત્રીઓની અદ્યતન યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં આ કાર્યક્રમ મા કુલ 0 થી 2 વર્ષ ના 245 બાળકો તથા 56 સગર્ભા સ્ત્રીઓને રસીકરણ થી રક્ષિત કરવાની કામગીરી થશે.આ કાર્યક્રમ મા કુલ 40   સઘન મિશન ઇન્દ્રધનુષ સેશન્સ ગોઠવવામાં આવેલ છે.જેમા થી 26 મોબાઈલ સેશન્સ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમ હેઠળ ૦ થી ર વર્ષ સુધીના તમામ  બાળકોને  સાત પ્રાણધાતક રોગો જેવાકે બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું,રોટા વાઇરસ અને ઓરી -રુબેલા સામે રક્ષણ આપવા માટે સમય પત્રક મુજબ રસીઓ આપવામાં આવશે.સાથે તાવ આવે તો તેની ટેબલેટ પેરાસીટામોલ સુચના પ્રમાણે આપવાની હોય છે. પ્રસુતિ પછી માતા અને બાળકને ધનુર ન થાય તે માટે સગર્ભા અવસ્થા દરમિયાન ધનુરની રસી સગર્ભા માતાને આપવામાં આવે છે.

માતા ગર્ભવતી બને ત્યારથી આરોગ્ય ની કામગીરી શરુ  થાય છે સેસન્શ સાઇટ ઉપર ગર્ભવતી સ્ત્રીઓને ધનુરની રસી મુકવામાં આવે છે.લોહીની માત્રા, બ્લડપ્રેશર, વજન,બ્લડ સુગર, યુરીન સુગર-આલ્બ્યુમીન વગેરે તપાસ કરવામાં આવે છે.તથા ટેબલેટ. ફોલીક એસીડ,ટેબલેટ આયર્ન ફોલીક એસીડ. તથા ટેબલેટ કેલ્શિયમ પણ આપવામા આવશે.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!