કેવડિયા ખાતે સફારી પાર્કનું ઉદઘાટન થયું ન હોવા છતાં પ્રાણીઓ જોવામાં તંત્રની વહાલા-દવલાની નીતિ
- સામાન્ય જનતા માટે પ્રતિબંધ પણ અંદરના અધિકારીઓના મહેમાનો વીઆઈપીને જવા દેવાય છે.
કેવડીયા કોલોની ખાતે સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે જેનું 80% કામ પૂર્ણ થઇ ગયું છે. દેશવિદેશના ઘણા પ્રાણીઓ અહીં સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે. હજી એનું ઉદઘાટન થયું નથી તેથી મેન ગેટ પર સિક્યુરિટી મૂકી દેવાઈ છે. અને તેમને કહેવામાં આવ્યું છે કે અંદર કામ કરતાં વર્ગના કર્મચારીઓ સિવાય અંદર કોઈ ની એન્ટ્રી આપવી નહીં તેમ છતાં અહીં લગભગ જોવા મળી રહી છે. મળતિયાઓને જવા દેવાય છે.
આદિવાસી વિસ્તારમાં ઉભુ કરેલું સફારી પાર્કમાં સામાન્ય લોકોને પ્રાણીઓ જોવા માટે પ્રતિબંધ છે. પરંતુ અંદર ના અધિકારીઓના મહેમાન આવે તો તેમને અંદર જોવા ની પરમિશન આપી દેવાઇ છે. બીજું કે અંદર એનિમલ સાથે ફોટા પાડવાની સખત મનાઈ હોવા છતાં ફોટોગ્રાફી કરી લે છે. તો અહીંના આદિવાસીઓ સાથે જ અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી સ્થાનિકો જણાવી રહ્યા છે. આજુબાજુના ગામડાઓ લીમડી, નવાગામના નજીક નાના માણસોને પણ જોવા માટે જવા દેવાતા નથી.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા