રાજપીપલા નાગરિક બેંકને 2018-19ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામ કરતી ગુજરાતની નાગરિક સહકારી બેંકો માટે શિલ્ડ હરીફાઈમાં બીજું ઈનામ
- ગુજરાત રાજ્ય સહકારી સંઘ રાજપીપળા નાગરિક સહકારી બેંક ને અભિનંદન પાઠવ્યા.
ગુજરાત સહકારી સંઘ રાજ્યની એક્ષેપ સહકારી સંસ્થા છે જે સમગ્ર રાજ્ય સહકારી સંઘ સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ વિવિધ સહકારી સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા વર્ષ દરમિયાન તેમને કરેલ કામગીરી અને આપેલ સેવાઓનું મૂલ્યાંકન કરી ઉત્તમ કામગીરી બદલ શિલ્ડ અને પ્રશસ્તીપત્ર એનાયત કરેલ છે. જેમાં રાજ્ય સહકારી સંઘ દ્વારા વર્ષ 2018-19 ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામ કરતી ગુજરાતની નાગરિક સહકારી બેંકો માટે શિલ્ડ હરીફાઇ યોજવામાં આવી હતી.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો. આ હરીફાઈમાં નાગરિક બેંક રાજપીપળાને બેંક દ્વિતીય ઈનામ શિલ્ડ અને પ્રશસ્તીપત્ર એનાયત થયેલ છે. જે બદલ ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ એચ.આમીને રાજપીપળા નાગરિક સહકારી બેંક લિ.ના મેનેજરને હાર્દિક અભિનંદન પાઠવતો પત્ર બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તથા કર્મચારી અને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા