સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલનો વિરોધ કરવા આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો

- નર્મદા ના ધારાસભ્યો પણ વિરોધ માં જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે ગરુડેશ્વર તાલુકાની જમીન નો લૂંટાઇ રહી છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી નું જો પાસ થશે તો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સરપંચ સભ્યો ઘરભેગા થશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલનો વિરોધ નર્મદા જિલ્લામાં મોટાપાયે થઇ રહ્યો છે હાલ ગાંધીનગર ખાતે વિધાનસભાનું સત્ર ચાલતું હોય તેનો વિરોધ કરવા આજે બીજા દિવસે પણ નર્મદા જિલ્લાના આગેવાનો કાર્યકરો એ બિલનો વિરોધ નોંધાવ્યો છે.
જેમાં નર્મદા ના ધારાસભ્ય સહિત આદિવાસીઓ મોટી સંખ્યામાં વિધાનસભા પાસે ધરણાં પ્રદર્શન કરવા તથા તેમાં જોડાવા તેમજ તેનો વિરોધ કરવા લડાયક મૂડમાં આવી ગયા હતા. નર્મદાના આદિવાસી આગેવાનો કાર્યકરો એ બિલનો વિરોધ કરનારની સંખ્યા રોજ વધતી જાય છે, આજે વિધાનસભા ના અંતિમ સત્રના અંતિમ દિવસે નર્મદા માંથી મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા હતા અને વિધાનસભા પાસે દળના પ્રદર્શનમાં જોડાયા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલનો વિરોધ કર્યો હતો. આજે બીજા દિવસે પણ નર્મદાના આદિવાસી આગેવાનો કાર્યકરો એ બિલનો વિરોધ નોંધાવ્યો હતો અને ડો. પ્રફુલ વસાવા, રાજુભાઈ વલભાઈ અને આદિવાસી યુવાનો ગુજરાત વિધાનસભાની બહાર ના પ્રદર્શનમાં જોડાયા હતા.
આ અંગે આગેવાનો પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરવાનું બંધ કરો, વિકાસના નામે આદિવાસી વિનાશ કરવાનું સરકાર બંધ કરે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ગરુડેશ્વર તાલુકાની જમીનો લુંટઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ આદિવાસી ઓ માટે ખતરનાક છે.કાડા જેવો કોઈ પણ કાયદાનો અમે વિરોધ કરીએ છે આ કાયદાથી ગરુડેશ્વર તાલુકાની પંચાયતો રદ્દ થશે હવે આ વિસ્તારમાં નગરપાલિકા શહેરી વિકાસના કાનુન લાગુ થશે.ગામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોની બેઠકો ગરુડેશ્વર માંથી હટાવી રહી છે જે દુઃખદ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી કાનુન જો પાસ થશે તો તાલુકા પંચાયત ના સભ્યો,જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, સભ્યો ઘરભેગા થશે. આ કાયદાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના 72 ગામ ના આદિવાસીઓ એ હવે પોતાનું ઘર પણ બનાવવું હોય તો પ્રશાસન ની પૂર્વ મંજુરી લેવી પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કાનુન આ વિસ્તાર ના નાગરિકો માટે ખતરનાક છે.સ્થાનિકો કાડા નો વિરોધ કરી કાડા હટાવ્યું હતું પરંતુ આ તો કાડા કરતાં પણ ખતરનાક કાયદો લાગુ કર્યોં છે. જમીન સંપાદનના તમામ જિલ્લા પંચાયતના અધિકાર હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન ના હાથમાં આવી જશે.
દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે વિધાનસભામાં આવાજ ઉઠાવીશું લેખિત વિરોધ નોંધાવ્યો છે, આદિવાસીઓને મંજૂર બનાવવાનું ષડયંત્ર છે. આ કાયદોનો અમે વિરોધ કરીએ છીએ, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુના નામે સરકારે આદિવાસીઓની જમીન છીનવી લીધી છે, તેમના હક્કો રોજગારી છીનવી લીધી છે, આ ભાજપને સરકાર ગરીબો અને આદિવાસીઓની સરકાર નથી પણ મૂડીપતિ ઉદ્યોગપતિની સરકાર છે અમે આ કાનૂનો વિરોધ કરીએ છીએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા