રાજપીપળા આરબ ટેકરા ફળિયાની મુસ્લિમ પરિણીતાનું અગ્નિસ્નાન

Spread the love
  • યુવક યુવતીના પ્રેમલગ્ન પરિવારજનોને મંજુર ના હોય પરણિતાને માનસિક ત્રાસ આપી ગાળાગાળી કરતા પરિણીતાએ પોતાની જાતે આખા શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતાં ચકચાર.
  • રાજપીપળા થી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા.

રાજપીપળા આરબટેકરા ફળિયામાં રહેતા મુસ્લિમ યુવતીએ પ્રેમલગ્ન કર્યા કરેલ હતા,  પણ યુવકના માતાપિતાને આ લગ્ન શરૂઆતથી જ મંજૂર ન હતા તેથી પરિણીતા સાથે અવારનવાર ઝઘડો કરી પરિણીતાને માનસિક ત્રાસ આપી ગાળાગાળી કરી હેરાન-પરેશાન કરતા હોય સાસરિયાના ત્રાસથી ત્રસ્ત બનેલી પરણિતાને લાગી આવતા તેણે પોતાની જાતે આખા શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે દાઝી ગયેલી પરિણીતાને પ્રથમ રાજપીપળા સિવિલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરા સયાજી માં ખસેડાયા હતા.

આ અંગે ભોગ બનનાર પરનીતા સાજેદાબાનું મનસૂર ખાન બચુલી( ઉં. વ. 34 રહે આરબ ટેકરા રાજપીપળા )એ આરોપી સાસરિયાઓ હનીફાબેન મનસૂરખાન બચુલી,જમીલાબનુ  ઇમરાનખાન બચુલી, ઈમરાનભાઈ મનસૂરખાન બચુલી ત્રણે (રહે આરબ ટેકરા રાજપીપળા) સામે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી હનીફાબેન જમીલાબાનું,  ઇમરાનભાઈઓને સાજેદાબાનું એ કરેલ પ્રેમ લગ્ન પ્રથમથી જ પસંદ ન હતા, તેથી અવારનવાર સાજેદાબાનું સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી  માનસિક ત્રાસ આપતા હોય સાજેદાબાનું ને ગુસ્સો આવતા પોતાની જાતે આખા શરીરે કેરોસીન છાંટી સળગી જતાં તેને ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને રાજપીપળા થી વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. રાજપીપળા પોલીસેઅકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!