ગુજરાતનું મોખરાનું યાત્રાધામ અંબાજી ગંદકીથી ખદબદી રહ્યું છે : રસ્તા પર ગંદકી ઢગલા ખડકાયેલા જોવા મળ્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું ગુજરાતનું મોખરાનું યાત્રાધામ અંબાજી ગુજરાતનું નહીં પર વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણના થાય છે ત્યારે અંબાજી મા આવેલ ગબ્બર પર્વત જ્યાં જગતજનની માં અંબેની અખંડ જ્યોત પ્રચલિત છે ત્યારે એવું યાત્રાધામ ગંદકીથી ખદબદતું નજરે પડ્યું કોઈ યાત્રિક અંબાજી આવે તે ગબ્બર દર્શન કરવા અવશ્ય જાય છે ત્યારે દર્શન કરવા જતા યાત્રિકોમાં ગબ્બર પર્વતની ગંદગીને જોઈ અંબાજીની કેવી ખરાબ છાપ લઈને જતા હશે તે વિચારવું રહ્યું અંબાજી ગબ્બર પર્વત માં એન્ટર થતાં જ ગબ્બરના પાર્કિંગમાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે એટલું જ નહીં ગબ્બર ચડતાના માર્ગો પર અને રસ્તા ની બાજુમાં ગંદકી થી ખદખદતું તું નજરે પડ્યું અને ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા છે.
જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામો ને સ્વચ્છ રાખવા માટે કરોડના ખર્ચે સફાઇ કંપની ને ટેન્ડર અપાતા હોય ત્યારે અંબાજી યાત્રાધામ ને સ્વચ્છ રાખવા માટે ઓલ ગ્લોબલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની ને ટેન્ડર અપાયેલ છે પર આ સફાઈ કંપની જાણે અંબાજી હોય કે ગબ્બર પર્વત સફાઈના નામે ધાંધિયા કરતી હોય તેવું લાગી રહ્યું છે અંબાજી ગામમાં પણ ઠેરઠેર ગંદકી અને ગબ્બર પર્વત પર પણ ગંદકી જોવા મળી રહી છે શું આ કંપની અંબાજી ગામમાં કે ગબ્બર પર્વત પર સફાઇ નાં નામે નાટક કરે છે કે પછી શું ?
શું ગબ્બર પર્વત પર ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઇ કંપની દ્વારા સફાઈ કરાય છે કે પછી કેમ આ ગબ્બર પર્વત ની ગંદકી જોઇને એવું લાગી રહ્યું છે કે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી બેઠા છે ગબ્બર હોય કે અંબાજી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સફાઈના નામે ઢોંગ કરે છે શું ગબ્બર પર્વત પર આ ગંદકી ની કાયમી ધોરણે સફાઈ થશે કે પછી કેમ યાત્રાધામ દ્વારા આ સફાઈ કંપની પર ઘટતા પગલા લે તેવી ગબ્બર પર્વત પર આવતા યાત્રિકો માં પ્રબળ માંગ ઉઠવા પામી છે.
અમિત પટેલ, અંબાજી