શ્રી બી.જે.ગઢવી બી.એડ. કોલેજ, રાધનપુરમાં જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ

શ્રી બી.જે.ગઢવી બી.એડ. કોલેજ, રાધનપુરમાં જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ
Spread the love

શ્રી કરણી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બી.જે.ગઢવી બી.એડ કોલેજમાં જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ,પાટણ દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં ટીમ ના સામાજિક કાર્યકર મહેશભાઈ સોલંકીએ ભાવિ શિક્ષકોને વ્યસન ન કરવા આહવાન કર્યું તેનાથી થતા નુકશાન અને બરબાદી નું ચિત્ર રજૂ કરી સમાજ સામે લાલ આંખ બતાવી  હતી.

તમાકુ છોડાવવાના ઉપાયો સૂચવી દરેક નાગરિકના સુંદર જીવનની મનોકામના કરી હતી અને ” વ્યસનની મજા મોતની સજા” “ધુમ્રપાન એકને મજા અનેકને સજા ” જેવા સૂત્રો પણ આપ્યા હતા.કાઉન્સેલરશ્રી શાંતિલાલ વણકરે વ્યસન અંગેના  પ્રશિક્ષણાર્થીઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રો.ભાવેશભાઈ પ્રજાપતિએ કર્યુ હતું. પ્રશિક્ષણાર્થી ધવલભાઈએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. કોલેજ પરિવારનો વિશેષ સહકાર રહ્યો હતો.

અહેવાલ : રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!