લીંબડી કેળવણી મંડળ દ્વારા રમતગમત ક્ષેત્રે વિકાસ કાર્યક્રમનું આયોજન

લીંબડી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ,માધ્યમિક શાળા ,અને કૉલેજ ના તમામ વિદ્યાર્થી ભાઈઓ,અને બહેનો નો રમતગમત ક્ષેત્રે વિકાસ થાય અને સારું પરિણામ આવે,અને રમતગમત ક્ષેત્રે તાલુકા કક્ષાએ,જિલ્લા કક્ષાએ,અને રાજયકક્ષાએ,ઉત્કૃષ્ટ દેખાવ થાય, અને ખેલાડીઓનો સર્વાંગી વિકાસ થાય, તે અનુલક્ષીને એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું તે પ્રોગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવમાં આવેલ જેમાં લિબડી કેળવણી મંડળના સેક્રેટરી પ્રકશભાઈ સોનીના માર્ગદર્શન નિચે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ભૂતપૂર્વ વ્યાવામ શિક્ષક એન.જે જાડેજા સાહેબ, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને હાલ લિબડી કેળવણી મંડળ કર્મચારી પરિવારના પ્રમુખ અને હાલ લિબડી કોલેજના પ્રોફેસર ડૉ સિ. બી. જાડેજા સાહેબ, રમતગમત સંકુલના સિનિયર કોચ પાર્થભાઈ ચૌહાણ અને દરેક શાળાના આચાર્યશ્રીઓ અને દરેક શાળાના વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહેયા હતા અને રમતગમત ક્ષેત્રે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તમામ કાર્યક્રમનું આયોજન ‘સર જે હાઈસ્કૂલ’ના આચાર્ય મનુભાઈ જોગરાણા અને લિબડી કોલેજના શારીરિક શિક્ષણના પ્રોફેસર ડૉ વી.એ.પરમાર દ્વારા કરવામાં આવેલું.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)