નર્મદા જિલ્લામાં શિયાળામાં આરોગ્યપ્રદ નિર્માણ ઉત્પાદન કરતા આદિવાસીઓ

નર્મદા જિલ્લામાં શિયાળામાં આરોગ્યપ્રદ નિર્માણ ઉત્પાદન કરતા આદિવાસીઓ
Spread the love
  • નાંદોદ તાલુકામાં તાડના વૃક્ષઓ આદિવાસીઓની આજીવિકા બન્યા.
  • નર્મદા જિલ્લામાં શિયાળામાં આરોગ્યપ્રદ પીનું નિરાંનું ઉત્પાદન પુષ્કળ થાય છે.

અહીંના આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન તાડના ઝાડો હજારોને સંખ્યામાં આવેલ આવેલા છે. જે આદિવાસીઓ માટે રોજગાર નો વિકલ્પ બન્યા છે. નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં તાડના ઝાડ ની લાંબી કતાર જોવા મળે,  મોટાભાગના આદિવાસીઓ તાડના ઝાડ ભાડે લે છે અને શિયાળામાં તેમા નીરા કાઢી નીરો  વેચી રોજગારી મેળવે છે. નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં તાવડી,  પ્રતાપનગર,  આમલેથા, તરોપા,  ગામકુવા નાના લીમાટવાડા જેવા ગામોમાં ઠેરઠેર હજારો તાડના વૃક્ષો આવેલા છે.

100 થી 150 ફૂટ ઊંચા તાડના ઝાડ ઉપર સામાન્ય માણસ લડી શકતો નથી. નીરો ઉતારવા માટે તાડ પર ચઢવું પડે છે. તાડ ઉંચુ અને સીધું ઝાડ હોવાથી તાડ પર ચાલવું મુશ્કેલ હોય છે. જે તારા પર ચડે છે તેને તાડવો કહેવાય છે, તાડવો ઝાડ  ઉપર ખાંચા પાડી પગમાં દોરી (દાયણ) આસાનીથી સડસડાટ તાડ ની ટોચે ચઢી જાય છે. તેની પાસે ચપ્પું જેવું ધારદાર સાધન હોય છે. તેનાથી તાડની ડાળીઓમા ઘા મારી છેદ પાડે છે. તેમાંથી રસ જવા માંડે છે ટપકતા રસને જીલવા તેની સાથે માટલીયો બાંધીને લટકાવી દેવાય છે.

આખી રાત ટીપે-ટીપે રસ ઝરે છે સવારે માટલી ભરાઈ જાય એટલે તેને ઉતારી લઈ ગાળીને નાળિયેરના પાણી જેવો મીઠો સ્વાદવાળો તાજો નીર ઉતારી લેવાય છે. અહીં ખજુરના ઝાડ માંથી પણ તાજો મીઠો નીરો પીવાના શિયાળામાં લોકોની ભારે માંગ રહે છે.  નીરો આરોગ્યપ્રદ પીણું હોવાથી જેના પર આદિવાસીઓ શિયાળામાં નીરો ઉતારે છે. ક્યારે રાજપીપળામાં નીરાને ગૃહ ઉદ્યોગ તરીકે વિકસાવવા સરકારી નીરા કેન્દ્ર ખોલવાની જરૂર છે. જેનાથી આદિવાસી ગરીબનો ને રોજગારી મળી શકે.

નીરા સવારે મીઠો લાગે પણ જેમ જેમ તડકો છોડતો જાય તેમ તેમ તે તાળી બની જાય છે એ તાળી સ્વાદે ખાટી લાગે છે તેના સેવનથી નસો પણ ચડે છે. રાજપીપળાના આદિવાસી આગેવાન મહેશ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદાના મોટાભાગના આદિવાસીઓ તાડના ઝાડ ભાડે રાખે છે તાડ ભાડે રાખી તેમાંથી આદિવાસીઓ મોટી આવક મેળવે છે તો તાડ માંથી વહેલી સવારે નીરો ઉતારે છે.

નીરો આદિવાસીઓ માટે રોજગારીનું સાધન છે. સારી એવી રોજગારી મળે છે.તાડી  પેટના રોગો પથરી માટે અસરકારક ગણાય છે. પેટની ગરમી ખેંચી લેવાનું તથા શરીરના લોહીને પાતળું બનાવી લોહીનું સરસ પરિભ્રમણ કરનાર તથા પેટ સાફ રાખનાર ઉપયોગી નો ઉત્તમ આરોગ્ય વર્ધક પીણું ગણાય છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!