રાજપીપળામાં ગુરુનાનક દેવજીનો 550 પ્રકાશ ઉત્સવ રંગેચંગે ઉજવાયો
- રાજપીપળાના રાજમાર્ગો પર ડીજેના તાલે શીખ સમુદાયને બાળકો લઇ મુજબ મોટા બુઝુર્ગો એ વિવિધ દિલધડક કરતબો રજૂ કર્યા
- રાજપીપળાના રાજમાર્ગ પરથી સમુદાયના ભજન કિર્તનની સવારી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું
રાજપીપળા ખાતે ગુરૂનાનક દેવ ‘ઘી’નો 550 પ્રકાશ ઉત્સવ રંગેચંગે ઉજવાયો હતો. જેમાં શહેરના રાજમાર્ગોપર ડીજેનાતાલે શીખ સમુદાયના નાના બાળકોથી લઈ મોટા બુઝુર્ગોએ વિવિધ દિલધડક કરતબો રજૂ કર્યા હતા. સમુદાયના ભજન કિર્તનની સવારી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉલ્લેખનીય છે કે શીખ સમુદાયના ગુરુ ગુરુનાનક દેવજીનો જન્મ ઇ.સ 1469માં થયો હતો.સમગ્ર દેશમાં રહેતા શીખ સમુદાયના લોકો પોતાના ગુરુ પ્રત્યે ઘણી અસ્થાઓ રાખતા હોય છે. રાજપીપળામાં ગુરુનાનક દેવજીનો 550 પ્રકાશ ઉત્સવ રંગે ચંગે ઉજવાયો હતો.
સમગ્ર ગુજરાત ભરના શીખ સમુદાયના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપીપળામાં ગુરુ નાનક દેવજીનો 550મો પ્રકાશ ઉત્સવ ઉજવાયો હતો. રાજપીપળાના ગુરુદ્વારાથી શીખ સમુદાયના લોકોએ નગરકીર્તનની શરૂઆત કરી હતી. રાજપીપળા શહેરના રાજમાર્ગો પર ડીજે ના તાલે શીખ સમુદાયના નાના બાળકોથી લઈ મોટા બુઝુર્ગોએ શીખ સમુદાયના લોકોએ ખાસ પ્રકારની ટ્રેનિંગ લઈ કરેલું માર્શલ આર્ટ દ્વારા વિવિધ દિલધડક કરતબો બતાવતા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.રાજપીપળાના રાજમાર્ગો પર શીખ સમુદાયના ભજન કિર્તનની સવારીનું શહેર વાસીઓએ ફુલહારથી સ્વાગત પણ કર્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)