ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ઠેર-ઠેર ખુલ્લી ગટરો યથાવત તંત્ર ઘોર નિંદ્રામાં

યાત્રાધામ અંબાજી તે ગુજરાતનું નહીં પણ વિશ્વનું પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે. આમ વિશ્વમાં ”સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના નારા બોલવામાં આવે છે અને માનનીય શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સ્વચ્છ ભારત અભિયાન મિશન ચલાવી રહ્યા છે પણ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી ક્યાં ઠેર ઠેર ગંદકી અને ખુલ્લી ગટરો જોવા મળે છે.અંબાજીમાં માતાજીના દર્શને આવનાર યાત્રિકો શું અંબાજીની છાપ લઈ જાય છે. તંત્ર કેમ આંખ આડા કાન કરતા હોય છે કેમ અંબાજી ગ્રામ પંચાયતના સત્તાધીશો કેમ ઘોર નિંદ્રામાં છે તેમને આ કચરાના ઢગલા જ્યાં ત્યાં ગંદકી ખુલ્લી ગટરો દેખાતી નથી કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
અંબાજીમાં વારંવાર દરેક મીડિયા દ્વારા સમાચાર લખવામાં આવે છે તે છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. અંબાજી ગ્રામ પંચાયતના સત્તાધીશો ખુદની જાતને બોસ સમજીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. અંબાજીમાં ઠેરઠેર ગંદકી જોવા મળે છે. ત્યારે અંબાજીથી ખેડબ્રહ્મા જવા વાળો રોડ સાંઈબાબા મંદિર નજીક ખુલ્લી ગટરો જોવા મળી રહી છે રોગચાળો ફાટી નીકળે તો તેના જિમ્મેદાર કોણ ? ત્યાંના આજુબાજુના વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં અંબાજી પંચાયતના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી કલેકટર સાહેબના આદેશને પણ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ સત્તાધીશો પર તંત્ર દ્વારા ઠોસ પગલા લેવામાં આવે તેવી અહીંના વેપારીઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
અમિત પટેલ (અંબાજી)