ભાજપના ફાયરબ્રાન્ડ સાંસદ મનસુખ વસાવાએ છોટુભાઈ વસાવા પર ગંભીર આક્ષેપો લગાવ્યા
- મનસુખ વસાવા પોતાના સંસદીય ક્ષેત્ર ઝઘડિયાના ડભાલ ગામે ભાથીજી મહારાજના મંદિરે ભજન કિર્તન અને ભોજન સમારંભનો કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા…
- હું છોટુભાઈને પૂછુ છું કે તમે વિધાનસભામાં ક્યાં નિયમ હેઠળ આદિવાસીઓ માટે બોલ્યા છો ?
- રિઝર્વ સીટ પરથી ચૂંટાતા હોય એમણે આદિવાસીઓના હક માટે બોલવું પડશે….
- ભાજપના ફાયરબ્રાન્ડ સાંસદ મનસુખ વસાવાએ છોટુભાઈ વસાવા પર એમના જ વિસ્તારમાં જઈને ગંભીર આક્ષેપો લગાવાત ભરૂચ નર્મદાના રાજકારણ મા ભર શિયાલે રાજકીય ગરમાવો આવી ગયો છે….
સાંસદ મનસુખ વસાવામનસુખ વસાવા પોતાના સંસદીય ક્ષેત્ર ઝઘડિયાના ડભાલ ગામે ભાથીજી મહારાજના મંદિરે ભજન કિર્તન અને ભોજન સમારંભનો કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આમ જોવા જઈએ તો ઝઘડિયા છોટુભાઈ વસાવાનો વિસ્તાર ગણાય તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ત્યાંના ધારાસભ્ય પણ છે તો મનસુખ વસાવાએ છોટુભાઈ વસાવા પર એમના જ વિસ્તારમાં ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રિઝર્વ સીટ પરથી ચૂંટાતા લોકો આદિવાસીઓના અધિકારો માટે બોલતા નથી. હું છોટુભાઈને પૂછુ છું કે તમે વિધાનસભામાં ક્યાં નિયમ હેઠળ આદિવાસીઓ માટે બોલ્યા છો, બતાવો મને રેકોર્ડ. નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા આદિવાસીઓ માટે વિધાનસભામાં બોલ્યા છે એમને હું અભિનંદન આપું છું. જે પણ રિઝર્વ સીટ પરથી ચૂંટાતા હોય એમણે આદિવાસીઓના હક માટે બોલવું પડશે. હાલમાં કેટલીક જગ્યાએ જે લોકો આદિવાસી નથી એ લોકો આદિવાસીની સીટ પરથી ધારાસભ્ય બની જાય છે, સાંસદ બની જાય, સરપંચ બની જાય છે, તાલુકા-જિલ્લા પંચાયતમાં ચૂંટાય છે.
જે લોકો આદિવાસી નથી એ લોકો આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ આદિવાસીઓના અધિકારો મેળવવા નીકળી પડ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં જે લોકો આદિવાસી નથી એ લોકોને આદિવાસી તરીકે જાહેર કરવા કેટલીક પાર્ટીઓ આંદોલન કરે છે. ફક્ત આદિવાસીઓની યોજનાઓના લાભ લેવા માટે આખા દેશમાં આ રીતનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જો આદિવાસી સમાજ જાગે નહિ તો આદિવાસીઓના અધિકારો છીનવાઈ જશે. જે લોકો આદિવાસી નથી એ લોકો ખોટા પ્રમાણપત્રો લઈ સરપંચ,તાલુકા-જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્ય બની ગયા છે એના મારી પાસે પુરાવા પણ છે, છતાં આદિવાસી સમાજ ઊંઘે છે. મેં આ પ્રશ્ન લોકસભામાં ઉઠાવ્યો હતો. નરેન્દ્ર મોદીની સરકાર આદિવાદીઓના હકના છીનવાય નહી એના માટે કટિબદ્ધ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)