માંગરોળના દુર્ગમ વાડી વિસ્તાર ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા કેમ્પ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ભૂતળી કાદી સિમ વિસ્તાર થી ઓળખાતા દુર્ગમ વાડી વિસ્તારમાં પ્રધાનમંત્રી સુરક્ષિત જનન્ય અભિયાન અંતર્ગત સગર્ભા માતા માટે સવીસેસ કાળજી રાખવાનું રાજ્ય સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે દર મહિનાની તા.9 ના માતૃત્વ અભિયાન અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર માંગરોળ દ્વારા સગર્ભા માતાના નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવે છે.
જેના અનુસંધાને આજરોજ ભૂતળી કાદી તરીકે ઓળખાતા દુર્ગમ વાડી વિસ્તાર એરિયાની તમામ સગર્ભા માતા ઓની તપાસ થઈ શકે તેમાટે એન્ટીનેટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આકેમ્પમાં સરકાર શ્રી ના નીતિ આયોગના મુખ્ય ઇન્ડિકેટર જેવાકે માતામરણ, બાળમરણ, કુપોષણ ઘટાડવા માટે ના મુખ્ય ઉદેશથી આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂતળી કાદી સીમ શાળા ખાતે આયોજિત આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.ગોહેલ સાહેબ દ્વારા સગર્ભા માતાની તપાસ કરવામાં આવી હતી, બાળ રોગ નિષ્ણાંત ડો.જીગ્નેશ ભરડા સાહેબ દ્વારા બાળકો ની તપાસ કરવામાં આવેલી તેમજ જનરલ સર્જન તરીકે સેવા ડો.અમીરાજ સાહેબ તેમજ ડો.નેહલબેન ડોડીયા દ્વારા સેવાઓ આપવામાં આવી હતી જેમાં 52 સગર્ભા માતા,153 બાળકો તેમજ 111 જનરલ તપાસ તેમજ નિદાન કરવામાં આવેલ.
ડી.યુ.એચ.યુ. જૂનાગઢ અંતર્ગત યોજવામાં આવેલ શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલા આ કેમ્પનું સુંદર સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભી સાહેબ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર ના ડો. પાવતી વાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ટી.એચ.વી.મંજુલાબહેન સાગઠિયા દ્વારા પણ આકેમ્પ માં ખુબજ સુંદર સેવાઓ આપી હતી તેમજ 108ના જિલ્લા અધિકારી શ્રી ચેતન ગાધે સાહેબ દ્વારા 108 અને ખીલ ખિલાટની ટીમને ખુબજ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આર.બી.એસ.કે. ટિમ તથા શહેર આરોગ્ય ની ટીમ દ્વારા પણ શાળાના બાળકો તેમજ આ વિસ્તારમાં રહેતા બાળકોની પણ તપાસ કરવામાં આવી હતી. આજના આ કેમ્પમાં સગર્ભા માતા ઓને સલામતરીતે ઘરેથી કેમ્પમાં અને કેમ્પ થી ઘરે પહોંચાડવાની જવાબદારી રાત કે દિવસ જોયા વગરજ લોકોની સેવામાં તવરીતજ હાજર રહેતા અને સતત ને સતત લોકો ની સેવા માટે દોડતા રહેતા 108 ની ટીમના હુસેનભાઈ મથ્થા,ઇન્દ્રીસ અમરેલીયા, બીજલ ગઢવી, ડાયાભાઇ ભીંટ, જીતુભાઇ સગારકા તેમજ ખિલખિલાટની ટિમના કોર્ડીં.ને.કિરણ વાળા, મહેન્દ્ર દવે, ભાવેશ દવે, દિપક ઘર સાંઢા દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી. શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા આવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિ ના લીધે દુર્ગમ વાડી વિસ્તારમાં વસતા લોકોને માટે ખુબજ આશીર્વાદરૂપ બન્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)