35 હજાર આરોગ્ય કમૅચારીઓ હડતાળ પર

હજુ તો ગઈકાલે જ મોડી સાંજે જ રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે. એક હડતાળ પૂર્ણ થતાં સરકારે માંડ હાશકારો અનુભવ્યો ત્યાં આજથી રાજ્યમાં આજથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે અગાઉ પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માગણીઓ કરવામાં આવી હતી. જોકે આ માંગણીઓ ન સંતોષાતા આખરે આરોગ્ય કર્મચારીઓ હડતાલનું હથિયાર ઉગામ્યુ છે. રાજ્ય સરકાર સમક્ષ આરોગ્ય કર્મચારીઓએ પોતાની વિવિધ 13 જેટલી માગણીઓ મૂકી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા શહેરમાંથી એક પણ માગણીનો સ્વીકાર ન થતા આખરે આરોગ્ય કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. રાજ્યના કુલ 35 હજારથી પણ વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)