મા ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા ખાતે શ્રી 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

આથી સર્વ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે શ્રી ગાયત્રી પરિવાર ચોરવાડ અને મા ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા તથા ગાયત્રી જ્ઞાન મંદિર શીતળા કુંડ જૂનાગઢના સહયોગથી શ્રી ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ધાર્મિક અનુષ્ઠાન રાખેલ છે જેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ બિરાજમાન હોય તેવીજ ગૌમાતા સાનિધ્યમાં કે જયાં નિરાધાર અપંગ વૃદ્ધ બીમાર અકસ્માતનો ભોગ બનેલી તથા રામસરણ પામેલી ગૌમાતા ના કલ્યાણ અર્થે આ યજ્ઞનું આયોજન તા.૧૪/૦૧/૨૦૨૦ મંગળવાર ને મકરસંક્રાંતિ શુભ પરમ પવિત્ર દિવસે રાખવામાં આવેલ છે* તો આ યજ્ઞ માં લાભ લેવા માંગતા યજમાનશ્રીઓને તથા ધર્મપ્રેમી પ્રજાજનોને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આ યજ્ઞમાં લાભ લેવા માંગતા યજમાનશ્રીઓ નિઃશુલ્ક લાભ લઈ શકે છે નિચે આપેલ કોન્ટેક નંબર ઉપર પોતાનું નામ નોંધાવી આ યજ્ઞ મા લાભ લઈ સહભાગી બની શકો છો.
- શ્રી કીર્તિ એન મહેતા : ૯૮૭૯૦ ૮૪૪૨૧
- શ્રી નિતેશ વ્યાસ : ૯૮૭૯૯ ૯૮૪૬૬
- શ્રી ડો. અરૂણ તન્ના : ૯૯૦૯૮ ૧૧૨૬૨
- શ્રી નયનભાઈ ઠક્કર : ૯૨૭૭૫ ૦૧૨૦૩
- શ્રી મોહન પંડિત : ૯૯૯૮૮ ૫૨૬૯૯
નેત્ર નિદાન કેમ્પ
વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ *શ્રી ચોરવાડ ગાયત્રી પરિવાર તથા મા ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા તથા શ્રી રણછોડદાસજી સેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ફેંકો પદ્ધતિ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ આયોજન કરેલ છે.
શિબિરનો સમય સાંજે ૫.કલાકે
એક જાગૃતિ અભિયાન ગૌપાલન કરી સજીવ ખેતી કેવી રીતે કરવી તેમની માહિતી અને માર્ગદર્શન માટે શ્રી સુધીરભાઈ ઝાલા શ્રી હાર્દિકભાઈ બોદર “શ્રી હરદશભાઈ બામરોટિયા” પાંચ વર્ષ થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. આજુ બાજુના ગામના દરેક ખેડૂત મત્રો આ પ્રાકૃતિક ખેતી કરી ગૌમાતા અને ધરતી માતા ને બસાવી શુદ્ધ અનાજ તંદુરસ્ત જીવન જીવો માત્ર એક ગૌમાતા ઝહેર મુકત અનાજ આપી શકે છે *અત્યારે વધી રહેલા રોગો જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો ના કારણે કેન્સર જેવા ભયાનક રોગો વધી રહ્યા છે આવા રોગો થી માત્ર એક ગૌમાતાજ બસાવી શકે છે.
જય ગૌ માતા
તા.૧૪/૦૧/૨૦૨૦ ને મંગળવારે ને મકરસંક્રાંતિ ના પરમ પવિત્ર દિવસે
સમય સવારે ૭.૩૦.થી બપોરે ૧૨.૩૦ તથા શિબિરનો સમય સાંજે ૫.કલાકે
સ્થળ : મા ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા ન્યૂ બસ્ટેન્ડ ગ્રામ પંચાયત સામે
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)