ચલો, મન મેરે…!

ચલો, મન મેરે…!
Spread the love

ચલો, મન મેરે…!

મન એટલે જીવનનું રિમોટ કંટ્રોલ. જ્યાંથી અનુભૂતિઓના સમુદ્રી તરંગોનો સ્પર્શ થયા કરે. મનના અગાધ ખૂણાઓને પામવાનુ, ઓળખવાનુ સામર્થ્ય કેળવવુ કઠિન છે.આપણી પ્રાચીન ઋષિ પરંપરાએ આ દિશાઓમાં જીવતર ખપાવી દીધાનું સાંપ્રત છે. મન કોઈ અંગે ભલે નથી પણ બધા અંગોના  ઉચ્ચ આસનો પર તે સ્થિત છે.તે નિર્વિકાર અને નિરાકાર છે. સાહિર લુધિયાનવીનું ‘ફંન્ટુશ ‘ચલચિત્રનું ગીત ‘દુઃખી મન મેરે સુન મેરા કહેના…’ જાણે વ્યક્તિ મન સાથે સંવાદ કરે છે.ઉદ્વવેગ,ઉત્પાત તરછોડો, જ્યાં આફતને આમંત્રણ મળતું હોય તો મનોદૈહિક કે વૈચારિક  હોય તેને ત્યાં જ રેહેવા દો, સંગાથી ન બનાવો. અધ્યાત્મ જગત ચાર પાયા ને મહત્વ આપે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. લગભગ તમામ પાસાઓ વચ્ચે પાતળો પડદો છે. તેની ગહનતા પર જવું નથી.પણ કહેવાય કે મન એવા અગોચર ખૂણાની ઓળખ કેળવતા રહેવું.

પ્રસન્નતા અને પીડાનો અનુભવ થાય તેના સ્થળ, કાળની સમજણ જીવનની સાર્થકતા સુધી દોરી જશે. મન અડગતા, મક્કમતા જ ચિરાયુ ચિદાનંદનો છેડો છે .આપણી સાંસ્કૃતિ ધારાઓ સાક્ષી કે એ ઋષિઓએ પોતાના મનો આવેગો મુઠ્ઠીમાં બાંધી જીવન શતક વળોટીને પરભવની યાત્રાએ નીકળી ગયા હોય. માનસશાસ્ત્રના કહેવા મુજબ દરેકના મગજમાં થી એક સેકંન્ડે 18 થી પણ વધુ તરંગો આકારિત થઈ વિસર્જિત થાય છે. તેની યોગ્યાયોગ્ય ગરણી રાખવી પડે અન્યથા મનોવિફલતા મનોરોગનુ કારણ થાય.આવેગોનો સ્વૈરવિહાર આનંદ આપે પણ તેને નવા સાંપ્રત પરિમાણ સાથે જોડવા જરુરી છે.

ગુજરાતી કહેવતો કહે છે,’ મન હોય તો માળવે જવાય, મન ચંગા તો કથરોટમેં ગંગા ‘અર્થાત તમને તમારાં ઉચ્ચતમ ધ્યેયોને હાંસલ કરવા વાડની ઝાપલી ખોલવામાં આવી છે. પ્રયત્ન પરિણામ મેળવી શકે .જેના મન મોરલિયો સર્વોચ્ચ હોય તે ‘મોત ને બાધે તો તાવ જરૂર આવે ‘એ કથન મુજબ કાંઈક તો તે મેળવીને જ જંપે. તેથી ‘કરતા રહો , મથતા રહો’ . “કાર”નો કારક વ્યક્તિ લગભગ હતોત્સાહ થતો નથી. જેમ કે કલાકાર, ચિત્રકાર, પત્રકાર વગેરે વગેરે. માત્ર પત્રકારને હાથમાં લઇએ તો તે રોજ જે લખે છે તેને વધુ માત્રામાં પ્રકાશિત કરવા પ્રયત્ન કરે છે પરંતુ તે પ્રકાશિત ન થાય તો તે જરાય હતાશ થયા વગર સંપાદકની ઈચ્છા તેને મુબારક એમ ગણીને નવી સવારે નવા પ્રયત્નો પ્રારંભ કરે છે.બસ આ જ જીવન છે.

અથર્વ વેદ કહે છે “પુનેહી નત્વા કામયે વ્રૃક્ષા બનાની સંચર ગ્રહેષુ ગોષુ મેં મનઃ” એટલે કે તમારું મન દૂષિત વિચારોથી ત્રસ્ત ન થવા દેતાં, કોઈપણ કામમાં વ્યસ્ત રાખો.  તેને વ્યર્થ બેસી ન રહેવા દો .મનને મોર ની સાથે પણ સરખાવ્યું છે. તેવા દ્રષ્ટાંતો છે કે મનને છૂટું મૂકવાથી કેવા કેવા અનઅપેક્ષિત કરણીઓને અંજામ મળ્યો હોય. તમે મન ને મુઠ્ઠીમાં રાખવા વાણી, વિહાર અને આહારને નિયંત્રિત કરો. સાધુ પુરુષોએ જગતને જીતવા “અહમ” પર જીત કરી બતાવી. મન તથા બુદ્ધિ સંગાથી છે. મન તે સીમા રેખામાં જીવવા, પકડી પાડવાની નિયત બુદ્ધિ નક્કી કરે છે .એ ક્ષણ કે જ્યાં પતનનો રસ્તો નીકળતો હોય તો મનની મક્કમતા  કે પ્રતિબદ્ધતા પણ મન નક્કી કરે છે. શરીર અને બુદ્ધિને સતત કાર્યરત રાખવામાં આવે તો જરૂર  નિમિત્ત જ નિર્માણ પામે.

ભૌતિકવાદી રસમોએ સૌ કોઈને વિહવળ કર્યા છે. બધાના મન સ્થિર નથી, પોતે પણ સ્થિત નથી. યોગ, પ્રાણાયામ અને ધ્યાન મનનો ખોરાક છે ,તે વાત આપણી પરંપરા પોકારીને કહે છે. મૌન તેનું પાયાનું પોષક છે. એકાંતનો આશરો પણ મનસૌષ્ઠવને બોડી ક્રીએશનમા જીમની ભુમિકા ભજવે છે. છે તેને માણી લઈએ, ગયા સો ગુજરા, કલ કિસીને દેખા આજ મીરા વોહી હમારા ચલો, મન મેરે આજ ભી લુફ્ત ઉઠા લે.

—  સ્ક્વેર કટ… —

બહોત દિનો સે સોચ રહા હું,મૈ ભી મનકા ગીત લીખૂં,

લીખને કો જબ બેઠા તો ખુદ મે ઉલઝ ગયા કી તુજ સે અપની પ્રીત લીખૂં.

  • તખુભાઈ સાંડસુર
Admin

Admin

9909969099
Right Click Disabled!