અંબાજીમાં આવેલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં થાય છે કુતરાઓની સારવાર….!

શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી આ અંબાજી ધામ ની ગણના ગુજરાત માં નહિ પર વિશ્વના સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે આ ધામની ગણના થાય છે ત્યારે આ ધામ જે વિસ્તારમાં આવેલો છે તે અંતરિયાળ અને ટ્રાઈબલ વિસ્તાર તરીકે ગણના થાય છે કે આ વિસ્તારમાં આવેલું એક માત્ર સરકારી જનરલ હોસ્પિટલ કે જે રાજ્ય સરકાર સંચાલિત છે પર આ હોસ્પિટલ ની અંદરની લાલિયાવાડી એટલી હદે વધી ગઈ છે કે આ હોસ્પિટલમાં માણસોના એક્સ-રે પાડવા હોય કે માણસોની સારવારના સમયે તો કર્મચારીઓ અને ડોક્ટરો હાજર નથી હોતા પર એક કૂતરાની સારવાર માટે કર્મચારીઓ હોય કે પછી ઓર્થોપેડિક ડોક્ટર હોય કૂતરાની સારવાર માટે હોસ્પિટલમાં લાગી જાય છે અને ઓન ડ્યુટી હોસ્પિટલનો સ્ટાફ એ કુતરાની સારવાર કરવા ઘરે સુધી પહોંચી જાય છે.
ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અંબાજીમાં આવેલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ગત તારીખ 19-12-2019 ના રોજ એક કૂતરો ત્રણ માળના ધાબા પરથી નીચે પડી જતા આદ્યશક્તિ હોસ્પિટલના ઓન ડ્યુટી કર્મચારી એ કુતરા ની સારવાર કરવા છેક ઘર સુધી પહોંચી ગયા અને આટલું જ નહીં ઘરે સારવાર કર્યા બાદ એ કૂતરાને અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં કે જે માણસોની સારવાર કરવા માં આવે છે તે હોસ્પિટલ માં લાવવામાં આવ્યો અને હોસ્પિટલનાં બહારના ગેટથી સ્ટેચર ઉપર એક્સ-રે રૂમ સુધી પણ લઈ જવામાં આવે છે અને એક્સ-રે રૂમ સુધી લઇ જવાનો તો ઠીક પર એક્સ-રે રૂમમાં લઇ જઇ અને જ્યાં માણસોના એક્સ-રે પાડવામાં આવે છે ત્યાં આ કૂતરા નો એક્સ-રે પાડવામાં આવ્યો અને આ કૂતરાનો એક્સ-રે પડ્યા બાદ ઇન્ડોર લઈ જઈ એક ડોક્ટર એક નર્સ પાસે ઇન્જેક્શન ભરવાનું કહે છે અને તે માણસ નાં ડૉકટર દ્વારા આ કૂતરાને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું.
જ્યારે અંબાજી ખાતે સરકારી અને પ્રાઇવેટ એનિમલ ડૉકટર હોવા છતાં પણ કેમ આ આધશક્તિ જનરલ હોસ્પિટલ કે જે માણસો માટે બનાવેલી છે ત્યાં કેમ આ પ્રાણીઓની સારવાર આપવામાં આવે છે તે ખબર નથી પડતી જ્યારે માણસોની સારવાર હોય ત્યારે તો ડોક્ટરો પણ હોય કે એક્સ-રે પાડનાર કર્મચારીઓ પણ હાજર નથી હોતા પર જ્યારે એક કૂતરાની સારવાર માટે આધશક્તિ જનરલ હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ ચકડોળે ચઢી ને આ કૂતરાની સારવાર કરે છે અને આ કૂતરાની હોસ્પિટલ માં સારવાર તો ઠીક પણ છે આ કૂતરાનાં ઘર સુધી પણ ઈન્જેકશન આપવા પહોંચી જતા હોય ત્યારે આ વાત કઈ હદ સુધી પહોંચી તે વિચારવું રહ્યું અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી કાયમી ધોરણે બંધ થશે કે પછી કેમ આ ચર્ચા અંબાજી ગામમાં ચર્ચા નો વેગ પકડ્યો છે.
અમિત પટેલ (અંબાજી)