માંગરોળ પોલીસ દ્વારા સુલેહ-શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું કાંઇક આવું….

માંગરોળ પોલીસ દ્વારા સુલેહ-શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું કાંઇક આવું….
Spread the love

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં  જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી મનીંદરસિંહ પવાર સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાહેબની સૂચના અને માર્ગદર્શનથી માંગરોળ પોલીસ સ્ટેશનના નીડર પ્રામાણિક અને બાહોશ પી.એસ.આઈ. શ્રી વિંઝુડા સાહેબના સુંદર નેતૃત્વ દ્વારા શહેરમાં સુલેહ, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું હતું.

માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં કરવામાં આવ્યું હતું કાંઈક આવું કે જેમાં પોલીસ ની મોબાઇલ વાન તથા 100 નંબર પી.સી.આર. વાન તેમજ ડી. જે. સાથે રાખી શહેરના સ્ટેશન રોડ, બંદર રોડ, દુધ બજાર, મચ્છીપીઠ, માંડવી ગેઇટ, ટાવર રોડ, લીમડાચોક, કાપડ બજાર, દાણાપીઠ સહિતના વિવિધ વિસ્તારોમાં વિવિધ દેશ ભક્તિ ગીતો ડી.જે.ના તાલ સાથે શહેર માં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવુ ખુબજ ઉમદા અને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ શુભ સંદેશો પણ લોકોને આ દ્વારા આપવાનો ઉમદા અને પ્રેરણા રૂપી ઉત્તમ પ્રયાસ માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

શહેરમાં સોસિયલ મીડિયા માં ખોટી અફવાઓ,ખોટા મેસેજો  તેમજ ખોટા વાદ વિવાદથી લોકો દુર રહે તેવું પણ સૂચન માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે માંગરોળ પોલીસ દ્વારા એવુંપણ જણાવવામાં આવ્યું હતુંકે માંગરોળના લોકો ખુબ જ શાંતિ અને ભાઈચારાથી રહેનારા લોકોનું એક આદર્શ શહેર પણ છે એવી માંગરોળ વાસી ઓની પોલીસ દ્વારા પ્રશંસાઓ પણ કરવામાં હતી.

માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવેલ ડી.જે.ના તાલ સાથે દેશભક્તિના ગીતો સાથે કરવામાં આવેલા આ પેટ્રોલિંગને નિહાળવા માટે ઠેર ઠેર લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડયા હતા અને માંગરોળ પોલીસના આ સુંદર અને સરાહનીય પ્રયાસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની લોકો પણ ખુબજ પ્રશંસા કરી રહ્યા હતા.

આ ખુબજ સરાહનીય કામગીરીમાં પી.એસ.આઇ. આર. આર. ચૌહાણ, એ.એસ.આઈ.એન.આર.વાઢેર, એ.એસ.આઈ. ડી. ટી. ગાંગડા, હેડ કોન્સ્ટેબલ ઇરફાનભાઇ રૂમી, જોગીદાસભાઈ ગાંગણા,રાહુલ ગીરી અપારનાથી, ટ્રાફિક બ્રિગેડ,હીરાભાઈ અનિલભાઈ, જયેશભાઈ, અશફાકભાઈ, સહદેવસિંહ, કેવલભાઈ, રવીભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!