નર્મદા જિલ્લાના 350 એચઆઈવી પીડિતો ભગવાન ભરોસે ? તંત્ર લાપરવાહ….!
આરોગ્ય વિભાગ દર મહિને હયાતીનો સર્ટિફિકેટ માંગી દર્દીઓની વધુ ધક્કા ખવડાવી હેરાન કરતું હોવાની બૂમ.
નર્મદા જિલ્લામાં હાલ સરકારી આંકડા પ્રમાણે લગભગ 350થી વધુ એચઆઈવી પીડિત દર્દીઓ છે જેમાં કેટલાક મૃત્યુ પામ્યા છે, ત્યારે મૃત્યુ પામવાનો મુખ્ય કારણ પણ તંત્રની બેદરકારી કહી શકાય છે. જેમાં ખાસ તો સરકારી દવાખાનામાં વર્ષોથી ફક્ત લિંગ એઆરટી સેન્ટર કાર્યરત છે. જ્યારે જરૂરી એવું એઆરટી સેન્ટર ન હોવાના કારણે અમુક સમય દર્દીઓને વડોદરા કે સૂરત જેવા શહેરોમાં અમુક મહિના સારવાર કે તપાસ માટે જવું પડે છે. જેમાં નર્મદામાં મજુરી કામ કરી ગુજરાન ચલાવતા લોકોને બહાર શહેરોમાં જઈ ધક્કે કડવું પોષાય એમ ન હોવાના કારણે આવા દર્દીઓ જરૂરી સારવાર કે દવા ન લેવા કારણે મોતને ભેટતા હોય ત્યારે સરકાર આરોગ્ય બાબતેની જરૂરી સેવાઓ નર્મદા જેવા પછાત જિલ્લામાં યોગ્ય રીતે ઉપલબ્ધ કરે એવી માંગ ઉઠી છે.
સાથે દર મહિને મળતા તબીબી સહાય નાણા પણ અનિયમિત મળતા હોય તંત્ર આ માટે પોતાની મનમાની કરતું હોય તેમ દરેક સરકારી સહાય લેવા વર્ષમાં એકવાર હયાતીના પુરાવા માટે જે તે વિભાગના સહી-સિક્કા વાળું સર્ટિ આપવું પડે, ત્યાર બાદ લાગુ પડતું ખાતુ આ લાભાર્થીની સહાય મંજુર કરે પરંતુ તબીબી સહાય નાણા માટે આરોગ્ય વિભાગ દર મહિને હયાતીનું સર્ટીફિકેટ માંગતા દર્દીઓને વધુ ધક્કા ખવડાવી હેરાન કરી પોતાની મનમાની કરે છે, આ જિલ્લામાં અ૫નાવી પીડિતો માટેની કોઇ ખાસ તકેદારી જોવા મળતી નથી, માટે સરકાર અને તંત્ર આ માટે ખાસ કાળજી લે માંગ ઉઠી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)