રાજપીપળા નગરપાલિકાના 115 સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

- હડતાલ પર ઉતરતા નગરમાં સફાઇ કામગીરી ખોરવાઇ
- રાજપીપળા નગરમાં સફાઇ કામગીરી માટે પુરતા સાધનો આપવામાં આવતા નથી.
- સફાઈ કામદારો નિયમિત પગાર થતો નથી, કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી.
રાજપીપળા નગરપાલિકાના 80 જેટલા સફાઈ કર્મચારીઓ તથા 35સખીમંડલ ની બહેનો મલી કુલ 135કર્મચારીઓ તેમની 9 જેટલી પડતર માંગણીઓ ન સંતોષાતા 23 મી ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની જાહેરાત કર્યા બાદ તમામ સૌ કર્મચારીઓ નગરપાલિકા કચેરીની સામે જ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં નગરમાં સફાઇ કામગીરી ખોરવાઇ ગઇ હતી.આ બાબતે આ અગાઉ રાજપીપળા નગરપાલિકાના વાલમીકી રોજિંદા સફાઈ કામદારોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું છે, પણ તેમના પ્રશ્નોનો કોઇ નિવેડો ન આવતાં સફાઈ કામદારોએ આજથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.
આ અંગે કામદારોએ જણાવ્યું હતું કે અમે સફાઈ કામદારો રાજપીપળા નગરને સ્વચ્છ રાખીએ છીએ. અને નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ, છતાં પણ નગરપાલિકા દ્વારા અમને કામદારોના હકથી વંચિત રાખવામાં આવે છે.અમે ગંદકીમાં કામ કરીને પોતે રોગના ભોગ બને છે, અમારા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તા. 31. 3. 19 થી જગ્યા ભરવા મંજૂરી આપેલ આપવામાં આવેલ હોવા છતાં જગ્યા ભરાતા નથી, તેથી અમારી માંગણીઓ સ્વીકાર ન હોવાથી આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવા નો નિર્ણય લીધો છે.
કર્મચારીઓએ તેમની 9 માગણીઓ અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે સેવા બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા, તેમના માટે રોસ્ટર પ્રથા નહીં પણ સીધી ભરતીથી ભરતી કરવા, સરકારનો 17. 10. 88 ના પરિપત્રો ના તથા 2007, 2010ના પરિપત્રનો અમલ કરવો, શહેરી વિકાસ વિભાગના ઠરાવ નો અમલ કરવો,વધુમાં રાજપીપળા નગરમાં સફાઇ કામગીરી માટે પુરતા સાધનો આપવામાં આવતા નથી તે આપવા, એ ઉપરાંત સફાઇ કામદારોને નિયમિત પગારો પગાર થતો નથી, જે નિયમિત કરવા, કર્મચારીઓનું ચાલુ નોકરી પર મૃત્યુ થાય તો અથવા રીટાયર થાય તો તેમની જગ્યાએ તેમના વારસદારોને લેવા, તેમજ નોકરી દરમિયાન કોઇપણ જાતનો અકસ્માત થાય, તો તેમને સહાય કરવા જેવી બાબતોની માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)