ચેઇન સ્નેચીંગના અનેક ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

ચેઇન સ્નેચીંગના અનેક ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ
Spread the love
  • રૂ . ૩ , ૮૦ , ૦૦૦ / – નું સોનુ મળી કુલ ૪ , ૦૫ , ૦૦૦ / – મુદ્દામાલ રીકવર

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા વિભાગ , વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી ભરૂચ શહેર વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં મહીલાઓના ગળામાંથી ચેઇન સ્નેચીંગ થયેલ વણશોધાયેલ ગુનાઓનો ઝીણવટ પુર્વક અભ્યાસ કરી ભેદ ઉકેલવા જરૂરી સુચના આપેલ છે અનુસંધાને ડી. પી. વાઘેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ વિભાગ નાઓએ આપેલ માર્ગદર્શન આધારે ભરૂચ શહેર “એ” ડીવી. પોલીસ ઇન્સપેક્ટર એ. કે. ભરવાડનાઓએ ભરૂચ શહેર “એ” ડીવી. વિસ્તારમાં બનેલ ગુનાઓની પધ્ધતીનો ઉંડાણ પૂર્વક અભ્યાસ કરી આ કામે અલગ અલગ ટીમોની રચના કરેલ.

જેમા પો. સ. ઇ. કે. એચ. સુથાર તથા સર્વેલેન્સ ટીમ તેમજ વ્હિકલ સ્કોડ ટીમના માણસો તા : ૨૧ / ૧૨ / ૨૦૧૮ ના રોજ ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં અલગ અલગ સ્થળો ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વ્હિકલ સ્કોડના હે. કો. પંકજ ચીમનભાઇ હે. કો. ધર્મેન્દ્ર જુલાલભાઇ, પો. કો. નરેશ અંબારામભાઇ, પો . કો . સરદાર બળવંતસિંહ, પો. કો. પ્રિતેશ ઇશ્વરભાઇ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે શક્તિનાથ મનિષાનંદ સોસાયટી વિસ્તારમાં “ચેઇન સ્નેચર” હીરો હોન્ડા મો. સા. નં. GJ-16-BD-8090 ઉપર ફરે છે.

જે બાતમી આધારે નાકાબંધી કરી મનીષાનંદ સોસાયટીમાંથી પકડી પાડેલ જે ભરૂચ શહેર મક્તમપુર જીલ્લા પંચાયત કોલોનીમાં રહેતો સંદીપ વાલજીભાઇ ભાનુશાળી હોવાનું જણાવતા સદર ઇસમની પુછપરછ કરતાં આશરે બે માસ ઉપર અયોધ્યા નગરમાં મહીલાના ગળામાંથી સોનાની ચેઇન તોડેલાની કબુલાત કરેલ છે જે પકડાયેલ આરોપીની ઉંડાણ પૂર્વક યુક્તિ પ્રયુક્તિ પુછપરછ કરતા પોતે ભરૂચ શહેર એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ-૧૦ ચેઇન સ્નેચીંગના ગુનાઓની કબુલાત કરેલ.

જે આરોપીને એરેસ્ટ કરી નામદાર કોર્ટમાં થી પોલીસ રીમાંડ મેળવી ઘનિષ્ઠ પુછપરછ કરતા પોતે ચોરેલ મુદ્દામાલ સુરત ખાતે સોનીનો વેપાર કરતા ઇસમ મોહમદ શાબીર ચોક્સીને વેચેલ હોવાનું જણાવેલ જેથી પો.સ.ઇ કે. એચ. સુથારનાઓની ટીમને સોનાનો રીસીવર વેપારી ની તપાસમાં મોકલેલ જ્યાંથી રીસીવર આરોપી મોહમદ શાબીર ચોક્સી મળી આવેલ જેને વિગતવાર પુછપરછ કરતા પોતે આ ચેઇન સ્નેચર સંદીપ વાલજીભાઇ ભાનુશાળી પાસેથી સોનુ ખરીદેલ હોવાનું કબુલાત કરેલ જે રીસીવર આરોપીને આજરોજ આ ગુનાના કામે એરેસ્ટ કરી તેની પાસેથી રૂ. ૩,૫૦,૦૦૦/- ની કિંમતની સોનાની રણી કબજે કરેલ છે જે બન્ને આરોપીની ઝીણવટ ભરી તપાસ ચાલુ છે.

શોધી કાઢેલ ગુનાઓ . . .

(૧) I ૧૧૨/૨૦૧૯ IPC કલમ ૩૭૯ (એ) (૩)
(૨) I ૮૮/૨૦૧૭ IPC કલમ ૩૭૯, ૩૫૬
(૩) I ૨૬/૨૦૧૮ IPC કલમ ૩૭૯, ૩૫૬
(૪) I ૧૨૩/૨૦૧૮ IPC કલમ ૩૭૯, ૩૫૬
(૫) I ૧૪૪/૨૦૧૮ IPC કલમ ૩૭૯, ૩૫૬
(૬) I ૧૯/૨૦૧૯ IPC કલમ ૩૭૯, ૩૫૬
(૭) I૩૬/૨૦૧૯ IPC કલમ ૩૭૯, ૩૫૬
(૮) I ૫૦/૨૦૧૯ IPC કલમ ૩૭૯, ૩૫૬
(૯) I ૧૧૩/૨૦૧૯ IPC કલમ ૩૭૯ (એ) (3)
(૧૦) ૧૨૦/૨૦૧૯ IPC કલમ ૩૭૯ (એ) (૩)

આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ….

  • એક સોનાની ચેઇન આશરે કિંમત રૂ . ૩૦,૦૦૦/-
  • સોનાની ૧૦૦ ગ્રામની રણી કિંમત રૂ . ૩,૫૦,૦૦૦/-
  • આ ગુનાના કામે ઉપયોગમાં વપરાયેલ એક બ્લેક કલરનું મો. સા. GJ-16-BD-8096 કિંમત રૂ. ૨૫,૦૦૦/-

આરોપીની એમ… ઓ….

આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પ્રથમ ચોક્કસ સમય તેમજ દિવસ નક્કી કરી સોસાયટીઓમાંથી માર્કેટમાં ખરીદી તેમજ અન્ય કામ અર્થે નિકળતી ચાલતી મહીલાઓના ગળામાંથી પાછળથી ચાલુ મોટર સાઇકલ ઉપર આવી સિક્તપુર્વક ચેઇન તોડી રોડની દિશા બદલી નાશી જઇ આ સમગ્ર ગુનાઓને અંજામ આપેલ છે

આ કામગીરી કરનાર અધિકારી / કર્મચારી….

(૧) PI શ્રી એ. કે. ભરવાડ (ર) પો. સ. ઇ. કે. એચ. સુથાર (૩) હે. કો. રાજેન્દ્ર નાથાભાઇ (૪) હે. કો. હસમુખભાઇ દિલીપભાઇ (૫) હે. કો. ધર્મેન્દ્ર જુલાલભાઇ (૬) હે. કો. પંકજ ચીમનભાઇ (૭) પો. કો. નરેશ અંબારામભાઇ (૮) પો. કો. પ્રિતેશ ઇશ્વરભાઇ (૯) પો. કો. સરદારસિંહ બળવંતસિંહ (૧૦) પો. કો. જશવંતભાઇ ચંદુભાઇ (૧૧) પો. કો. પંકજભાઇ રમણભાઇ (૧૨) પો. કો. જીતેન્દ્ર પ્રભાતભાઇ (૧૩) પો. કો. પ્રદીપભાઇ બાબુભાઇ (૧૪) પો. કો. કનુભાઇ શામળાભાઇ (૧૫) પો. કો. ભરતભાઇ અરશીભાઇ (૧૬) પો. કો. મહેશ પર્વતસિંહ

Admin

Admin

9909969099
Right Click Disabled!