પત્રકારમિત્રો, એક્રેડિટેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં આટલું વાંચી લો

- વર્ષ 2020 થી એક્રેડિટેશન કાર્ડ માટેની અરજીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.
- જે પત્રકારમિત્રો હાલ એક્રેડિટેશન ધરાવતા હશે, તેઓ પણ પ્રથમ વખત ઓનલાઇન અરજી કરશે, ત્યારે તેઓ નવા અરજદાર જ ગણાશે.
- આમ છતાં, હાલ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારમિત્રો તેમના વર્તમાન એક્રેડિટેશન કાર્ડ નંબરથી લોગ ઇન કરશે, તો તેઓ અત્યાર સુધી જે રીતે રિન્યૂઅલ માટે અરજી કરતાં આવ્યા છે, એ જ મુજબના દસ્તાવેજો અપલોડ કરીને અરજી કરી શકશે.
- દા.ત. જો આપ વર્ષ-2020ના નવા કાર્ડ માટે અરજી કરો છો, તો આપે હાલના એટલે કે, વર્ષ-2019નાએક્રેડિટેશન કાર્ડ નંબરથી લોગ ઇન કરવું.
- જોકે, વર્ષ-2019નું એક્રેડિટેશન કાર્ડ ધરાવતાં પત્રકારમિત્રો તેમનો પાસપોર્ટ સાઇઝ ફોટો, વર્તમાન એક્રેડિટેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જન્મતારીખનો પુરાવો, પાન કાર્ડ જેવા વ્યક્તિગત દસ્તાવેજો ફરીથી અપલોડ કરે એ ઇચ્છનીય છે, જેથી તેમની વિગતો નવી વ્યવસ્થા મુજબની ડેટા બૅન્કમાં ઉમેરાઈ શકે.
- આ સાથે નવી ફોર્મેટ મુજબના સીએ સર્ટિફિકેટની ઓપન ફાઇલનો નમૂનો પણ આપેલો છે. જે આપ ડાઉનલોડ કરી, તેમાં માગેલી વિગતો ભર્યા બાદ આપની અરજીમાં એટેચમેન્ટ્સના પેજ પર ફરીથી અપલોડ કરી શકશો.
- પરંતુ, સીએ સર્ટિફિકેટમાં દર્શાવેલી તમામ વિગતો હાલની વ્યવસ્થા મુજબ જ કમ્યૂટરાઇઝ્ડ ફોર્મેટમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સહી-સિક્કા અને મેમ્બરશિપ નંબર સાથે અચૂક ભરેલી હોવી જરૂરી છે.
- ખાસ : એકથી વધુ આવૃત્તિ ધરાવતા એવા દૈનિકો, કે જેમના વાર્ષિક સીએ સર્ટિફિકેટ અથવા ભલામણપત્ર સીધા જ વડી કચેરીએ જમા કરાવવામાં આવે છે, તેવા પત્રકારમિત્રો/પ્રતિનિધિઓ પાસે જો ભલામણપત્ર ન હોય, તો અલગથી જમા કરાવવાની જરૂર રહેશે નહીં.
ઓનલાઇન અરજી કરતાં પહેલાં નવી ફોર્મેટ મુજબનું કેવી રીતે કરશો?
એક્રેડિટેશન કાર્ડ માટેઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા :
Step 1 : માહિતી ખાતાની વેબસાઇટ : https://www.gujaratinformation.net/accredantialform/create પર જાઓ.
Step 2 : જમણી બાજુઉપર આપેલા Accreditation Card Request/Sign in એવા બે વિકલ્પોમાંથી Accreditation Card Requestના વિકલ્પ પર ક્લિક કરો.
Step 3 : Aadhaar/PAN/Accreditation Card નંબર એન્ટર કરી Nextનું બટન દબાવો. (જો હાલ આપ એક્રેડટેશન કાર્ડ ધરાવતા હો, તો આપ આપના વર્તમાન એક્રેડિટેશન કાર્ડ (2019ના વર્ષનું) નંબરથી જ log in/registration કરો એ ઇચ્છનીય છે.)
Step 4 : ત્યાર બાદ Personal Details/વ્યક્તિગત માહિતી તેમજ Professional Details/વ્યાવસાયિક વિગતોનું ફોર્મ ખુલશે.
Step 5 : આ વિગતો ભરીને Next નું બટન ક્લિક કરવાથી Attachmentsનું પેજ ખૂલશે.
Step 6 : જેમાં તમે પસંદ કરેલી કેટેગરી અનુસાર દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. આ દરેક દસ્તાવેજની ફાઇલ 2MB થી નાની સાઇઝમાાં હોવી જોઈએ.)
Step 7 : ત્યાર બાદ Nextનુાં બટન દબાવવાથી Terms and Conditions નુાં પેજ ખૂલશે. જે વાાંચ્યા બાદ નીચે આપેલો Accept and Submit નો ઑપ્શન સિલેક્ટ કરવાથી તમારી અરજી સબમીટ થઈ જશે.
Step 8 : સફળ નોંધણી થયે તમારા E-mail પર કન્ફમેશન અને Username તથા Password સાથેનો ઈ-મેલ આવશે. જે તમારો કાયમી યુઝર આઈડી રહેશે. એક વખત લોગ ઇન કર્યા બાદ પાસવર્ડ બદલી શકાશે.
Step 9 : માહિતી ખાતાની વેબસાઇટ: https://gujaratinformation.net/ પર Accreditation Card Requestની બાજુમાં આપેલો Sign inનો ઑપ્શન સિલેક્ટ કરી તમને ઈ-મેલમાં મળેલા આઈડીથી લોગ ઇન કરવાથી તમારી અરજીની પ્રિન્ટ તથા નવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશો.
ઓનલાઇન અરજી કરતાં પહેલાં આટલા દસ્તાવેજોની સોફ્ટકૉપી હાથવગી રાખો
એક્રેડિટેશન માટે નવી ઓનલાઇન અરજી કરતાં પહેલાાં આટલા દસ્તાવેજોની JPG અથવા PDF ફોમેટમાાં સ્પષ્ટ વાાંચી શકાય તેવી સોફ્ટકૉપી હાથવગી રાખો.
દૈનિક : તંત્રી/પત્રકાર/ફોટોગ્રાફર
1) પાસપોર્ટ સાઇઝ ફોટો
2) હાલનું સંસ્થાનું ઓળખપત્ર
3) રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/લાઈટ બીલ/ટેલિફોન બીલ/ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ)
4) જન્મ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
5) પાન કાર્ડની નકલ
6) અરજદારની સહીનો નમૂનો
7) સોગંદનામું
8) સીએ સર્ટિફિકેટ (નવી ફોર્મેટ મુજબનું સીએ સર્ટિફિકેટ Annexure -A)
9) તંત્રી/માલિકનો ભલામણપત્ર
10) અનભવનું પ્રમાણપત્ર
11) તાજેતરની પગારસ્લીપ
12) આરએનઆઈ પ્રમાણપત્ર
13) ડેકલેરેશન
(14) 25 તસવીરના પુરાવા (zip/rar file) (માત્ર ફોટોગ્રાફરો માટે)
સાપ્તાહિક/પાક્ષિક
1) પાસપોર્ટ સાઇઝ ફોટો
2) રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/લાઈટ બીલ/ટેલિફોન બીલ/ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ)
3) જન્મ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
4) પાન કાર્ડની નકલ
5) અરજદારની સહીનો નમૂનો
6) સોગંદનામું
7) સીએ સર્ટિફિકેટ (નવી ફોર્મેટ મુજબનું સીએ સર્ટિફિકેટ Annexure -A)
8) તંત્રી/માલિકનો ભલામણપત્ર/અરજીપત્ર
9) અનભવનું પ્રમાણપત્ર
10) આરએનઆઈ પ્રમાણપત્ર
11) ડેકલેરેશન
ન્યૂઝ ચેનલ / કેબલ ચેનલ
1) પાસપોર્ટ સાઇઝ ફોટો
2) હાલનું સંસ્થાનું ઓળખપત્ર
3) રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/લાઈટ બીલ/ટેલિફોન બીલ/ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ)
4) જન્મ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
5) પાન કાર્ડની નકલ
6) અરજદારની સહીનો નમૂનો
7) સોગંદનામું
8) ચેનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
9) તંત્રી/માલિકનો ભલામણપત્ર/અરજીપત્ર
10) ચેનલ લાઈસન્સ રિન્યૂઅલ સર્ટિફિકેટ (માત્ર કેબલ ચેનલ માટે)
11) 5000 કનેક્શનનો પુરાવો (જીએસટી રિટર્ન સર્ટિફિકેટ) (માત્ર ચેનલ અનુભવનું પ્રમાણપત્ર)
12) અનુભવનું પ્રમાણપત્ર
13) તાજેતરની પગારસ્લીપ
ન્યૂઝ એજન્સી
1) પાસપોર્ટ સાઇઝ ફોટો
2) હાલનું સંસ્થાનું ઓળખપત્ર
3) રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/લાઈટ બીલ/ટેલિફોન બીલ/ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ)
4) જન્મ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
5) પાન કાર્ડની નકલ
6) અરજદારની સહીનો નમૂનો
7) સોગંદનામું
8) ચેનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
9) તંત્રી/માલિકનો ભલામણપત્ર/અરજીપત્ર
10) અનુભવનું પ્રમાણપત્ર
11) તાજેતરની પગારસ્લીપ
12) એજન્સી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
ગવર્મેન્ટ મીડિયા
1) પાસપોર્ટ સાઇઝ ફોટો
2) હાલનું સંસ્થાનું ઓળખપત્ર
3) રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/લાઈટ બીલ/ટેલિફોન બીલ/ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ)
4) જન્મ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
5) પાન કાર્ડની નકલ
6) અરજદારની સહીનો નમૂનો
7) સોગંદનામું
8) ભલામણપત્ર
9) અનુભવનું પ્રમાણપત્ર
10) તાજેતરની પગારસ્લીપ
વરિષ્ઠ પત્રકાર
1) પાસપોર્ટ સાઇઝ ફોટો
2) રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/લાઈટ બીલ/ટેલિફોન બીલ/ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ)
3) જન્મ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
4) પાન કાર્ડની નકલ
5) અરજદારની સહીનો નમૂનો
6) સોગંદનામું
7) ભલામણપત્ર
9) 15 વર્ષનો એક્રેડિટેશન કાર્ડનો પુરાવો (zip/rar file)
10) 100 આર્ટિકલ (zip/rar file)
————————————————————————————————————————————-