ધોધડકુવા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ૩૮૧૨ અરજીઓનો હકારાત્મક નિકાલ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન મળેલી તમામ ૩૮૧૨ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો હતો. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્ધ રાજય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સહિત પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૭-૧૨, ૮-અના ૨૩૬૭, મેડીસીન સારવાર ૨૬૨, ડીવર્મિંગ ૨૫૮, મિલકત આકારણી ઉતારો ૨૫૪, ૯૪ જાતિ પ્રમાણપત્રો, ૮૪ રસીકરણ, ૮૨ આધારકાર્ડ, ૭૩ હેલ્થવેલનેસ કાર્ડ, ૬૮ જન્મમરણના પ્રમાણપત્રો, ૫૯ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના પ્રમાણપત્રો, ૩૮ રાશનકાર્ડમાં નામ દાખલ કરવી, ૩૨ નામ કમી કરવા તેમજ ૨૪ નામમાં સુધારો કરવા સહિત અનેક અરજદારોને તેમના ઘરઆંગણે સહાય મળી હતી.