શિહોરી : હોટેલ માલિકનું કારનામું, મહિલા સાથેના અભદ્ર ફોટા વાઈરલ કર્યા
કાંકરેજ પંથકમાં હાઈવે પર હોટેલ ચલાવતાં યુવકનું કરતુંત સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણિત મહિલા સાથેના અભદ્ર ફોટા પાડી શરીર સંબંધની માંગ કરી હતી. પરિણિત મહિલા તાબે ન થતાં ફોટા વાઈરલ કરી દીધા હતા. આથી પિડીત પરિણિતાએ હોટેલ માલિક વિરુદ્ધ બળજબરીપૂર્વક સંબંધ અને બળાત્કારની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના હાઇવે પર મોટી હોટેલ આવેલી છે. તેના માલિક કિર્તીજી ઠાકોરે પરિણિત મહિલા સાથે ખોટું કર્યાની પોલીસ ફરિયાદ સામે આવી છે. કેટલાક સમય અગાઉ કિર્તીજી ઠાકોર પરિણિત મહિલાને હોટલ પાછળ લઈ ગયો હતો. જ્યાં મહિલા સાથે મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા. આ પછી ફોટા વાયરલ કરવાની બીક આપી બ્લેકમેઇલ કરી અવાર – નવાર શરીરસબંધ બાંધવા કોશિશ કરી હતી. મહિલાએ શરીર સબંધ બાંધવાની ના પાડતા યુવકે ફોટા વૉટ્સઅપમાં વાયરલ કર્યા હતા.
સમગ્ર ઘટનાક્રમથી ચોંકી ગયેલી મહિલાએ ઠપકો આપવા જતાં યુવકે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી પરિણિત મહિલાએ શિહોરી પોલીસ સ્ટેશને હોટેલ માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી દીધી છે. જેમાં શિહોરી પોલીસે ઇ.પી.કો.કલમ. 376 (2) (N) 323.506 (2) મુજબ કરાવ્યો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રવિણ દરજી (શિહોરી)