મારામારીના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

પોલીસ મહાનિરિક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે ઇન્ચાર્જ પો. સ. ઇ. શ્રી વાય. જી. ગઢવીનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો અંકલેશ્વર શહેર પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન બાતમી આધારે અંક્લેશ્વર શહેર પો. સ્ટે. ગુના રજીસ્ટર ને – 1 ૨૦3/૨૦૧૬ IPC ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા GP Act ૧૩૫ મુજબના ગુનાના કામે પોલીસ ધરપકડથી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી – વીનયકુમાર ઉર્ફ સાહિલ આશારામ પાસવાન રહે. મકાન નં – ૨, બબલુભાઇના મકાનમાં, પાણીની ટાંકીની બાજુમાં, વિજયનગર, પારસ મેડીકલથી અંદર, તા. અંકલેશ્વર, જી. ભરૂચનાને પ્રતિન ચોકડી અંકલેશ્વર પાસેથી પકડી પાડી આજરોજ તા. ૨૩/૧૨/૨૦૧૭ નારોજ CRPC ૪૧ (૧) આઈ અટક કરી અંક્લેશ્વર શહેર પો . સ્ટે . માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
આરોપીની ગુનાહિત ઇતિહાસ :
આરોપી અગાઉ અંકલેશ્વર શહેર પો. સ્ટે. ગુના રજીસ્ટર ને – 1 ૧૫૯/૨૦૧૬ IPC ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા Gp Act ૧૩૫ મુજબના ગુનાના કામે પકડાયેલ છે. ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ. હે. કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ તથા પો. કો. રાકેશભાઇ ચંદુભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.