માંગરોળના રહીજથી આહીર યુનિટી દ્વારા રહીજથી દ્વારકા પદયાત્રાનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ના રહીજ ગામ થી દ્વારકા સુધી પદયાત્રા યોજવામાં આવિ હતી આ પદયાત્રા દર વર્ષે યોજવામાં આવતી આ પદયાત્રા 13 વર્ષે પૂર્ણ કરી 14 મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો અને આ પદયાત્રા નો આજરોજ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ભગવાન દ્વારકાધીસ ના ચરણો મા સિસ જુકાવવા પ્રસ્થાન કર્યું હતું.
જેમાં ખુબજ વિધ્વાન શાસ્ત્રી જી તરીકે ની ખુબજ નાની ઉમરમાજ ખુબજ દૂર દૂર સુધી ખ્યાતિ ધરાવતા એવા ડો.મહાદેવ પ્રસાદ શાસ્ત્રીજી તેમજ ભાગવતાચાર્ય અજય ભાઈ પંડ્યા શાસ્ત્રીજી બ્રહ્મદીપ એવોર્ડ વિજેતા તેમજ અનેક નામી ગુરુ ભાઈઓ તેમજ કોડીનાર ની મોટી ફાફણી ના કૈલાશદેવી માતાજી પણ આ પદયાત્રીઓ સાથે થોડે સુધી જોડાઈ પદયાત્રીઓ નો ઉત્સાહ બુલંદ કર્યો હતો.
જય દ્વારકાધીશ ના નારા સાથે ભજન કીર્તન ઢોલ નગારા સાથે પદયાત્રીઓ ખુબજ ઉત્સાહ અને ઉમંગ સાથે જગતના નાથ એવા ભગવાન શ્રી દ્વારકાધીશ ના ચરણોમાં શીશ ઝૂકાવવા જ્ઞાતિ-જાતિ ના ભેદભાવ વગર અઢારે વરણના લોકો આ પદયાત્રામાં ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાય ભગવાન શ્રી દ્વારકાધીશ ના સાનિધ્યમાં પગપાળા પહોંચી ખુબ જ ધન્યતા અનુભવે છે.
આ પદયાત્રામાં અંદાજિત 50 થી 60 ગામના લોકો પદયાત્રામાં જોડાતા હોય છે અને આ પદયાત્રિકો નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવતું હોય છે તેમજ રાત્રી રોકાણ દરમિયાન આ પદયાત્રિકો દ્વારા રાત્રિ દરમિયાન ભજન કીર્તન નો કાર્યક્રમ પણ રાખવામાં આવતો હોય છે અને આ કાર્યક્રમમાં જે પણ સહયોગ દાન સ્વરૂપે મળતો હોય છે તે સહયોગ માત્રને માત્ર ગૌ શાળામાં જ વાપરવામાં આવે છે.
પદયાત્રામાં જોડાયેલા તમામ સદસ્યો આ પદયાત્રામાં સ્વખર્ચે જોડાતા હોય છે અને ભાવ ભક્તિ ભોજન ભજન ના ત્રિવેણી સંગમ સમા આ સમૂહ પદયાત્રા માં પદયાત્રી તરીકે જોડાઈ પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે. ટ્રેક્ટર માં રથ રૂપી ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શનનો લાહવો પણ રસ્તામાં ઠેરઠેર ધર્મપ્રેમી જનતા ને મળતો હોય છે અને સમૂહ ભજન ભોજન અને ભક્તિ ના આ ત્રિવેણી સંગમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભગવાન શ્રી દ્વારકાધીશ ના સાનિધ્યમાં આ પદયાત્રા પહોંચતી હોય છે.
રહીજ ગામ થી શરૂ થતી આ 200 કિ.મી.ની પદયાત્રા દરમિયાન પદયાત્રીઓ ના માટે ભોજન સહિતની સામગ્રી સાથે અનેક ટ્રેક્ટરો સાથે સેવાભાવી કાર્ય કરો પણ આ પદયાત્રીઓ માટે ખુબ જ નિસ્વાર્થ ભાવે ખૂબ જ ઉમદા સેવાઓ આપતા હોઈ છે એ પણ ખરેખર ખુબ જ સરાહનીય સેવાઓ હોય છે. આહીર સમાજ ના આહિર યુનિટી ના મેમ્બર માલદે ભાઇ ,દિવ્યેશ ભાઈ,વાલીબેન તેમજ તેમની પૂરી ટીમ સાથે આ પદયાત્રીઓ જોડાતા હોઈ છે.
આ પદયાત્રીઓને શુભેચ્છા આપવા માટે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ વેજાભાઇ ચાંડેરા ગોવાભાઇ ચાંડેરા આહિર સમાજના ખૂબ જ ઉત્સાહી અને કોઇ પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ જેમનું નામ અગ્રેસર જ લેવામાં આવતું હોય છે એવા આહિર સમાજના પ્રદેશ પ્રમુખ ગોવિંદભાઈ ચોચા (એડવોકેટ) તેમજ વિવિધ સંસ્થાઓના સેવાભાવી અને ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો ખુબજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ આપી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)