ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ” ની પરીક્ષા

જેમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ધોરણ-૮ના ૪૧૨ જેટલા બાળકોઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. પરીક્ષાનું સુચારું આયોજન મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય પ્રવીણભાઇ પટેલે સફળતાપૂર્વક પાર પડ્યુ હતું. આ પરીક્ષા નિમિત્તે તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.