નર્મદાના મોટા માચા જંગલમાં ગળેફાસો ખાઈને 55 વર્ષીય આધેડનો આપઘાત

Spread the love

નર્મદા જિલ્લો મોટા માચા જંગલમાં આવેલ ટેકરા ઉપર પર  સાગના ઝાડ સાથે પોતાની તેમજ બાંધીયા વડે પોતાની જાતે ગળેફાસો ખાઈને 55 વર્ષીય આધેડે આપઘાત કર્યો છે, આ બાબતે અકસ્માત મોત ગુનાની પોલીસ ફરિયાદ દેડીયાપાડા પોલીસ મથકે નોંધાઇ છે. સુરેશભાઈ વિઠ્ઠલભાઈ મેવાસી(રહે,  ગંગાપુર નિશાળ ફળિયું )એ ફરિયાદ આપી છે.

બનાવની વિગત અનુસાર મરનાર જેન્તીભાઈ નમલાભાઇ મેવાસી (રહે, હરીપુરા ) અસ્થિર મગજના હોય ના બે દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગયા હતા. પોતે અસ્થિર મગજના હોવાના કારણે મોટાં માચાના જંગલમાં જઈ ટેકરા ઉપર આવેલા સાગના ઝાડ સાથે પોતાની શર્ટ  તેમજ ધમણના બાંધીયા વડે પોતાની જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં તેનું મોત નીપજયું હતું, ઝાડ પર લટકતી લાશ જોવા તોળા ઊમટ્યા હતા, દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ (રાજપીપળા)

Admin

Admin

9909969099
Right Click Disabled!