અવકાશમાં અનેક ખગોળીય ઘટનાઓ આકાર લેતી હોય છે તે પૈકીની અદભૂત ખગોળીય ઘટના એવા સૂર્યગ્રહણને જોવાનો રોમાંચ અનેરો હોય છે

વર્ષના આ આખરી અવકાશી નજારાને ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના બાળકોએ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સહયોગ હેઠળ સુરક્ષિત ઉપકરણોની મદદથી માણ્યો હતો. આ પ્રસંગે બાળકોના ચહેરાઓ ઉપર ભારે રોમાંચ સાથેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
શાળાના શિક્ષકો દ્વારા બાળકોને આ અવકાશી ઘટનાથી પરસ્પર ચર્ચા સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ બાળકોને સૂર્યગ્રહણ સાથે જોડાયેલ પ્રાચીન-અર્વાચીન માન્યતાઓથી અવગત કરવામાં આવ્યા હતા એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.