નર્મદાના ડાબકા ગામે ડેડીયાપાડા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોનું વનઅધિકાર સંમેલન મળ્યું

- જેમાં આદિવાસી ઓની કેટલીક મહત્વની માંગણીઓ ના ઠરાવ કરવામાં આવ્યાં હતા.
આજ રોજ નર્મદા જિલ્લાના ડાબકા ગામે ડેડીયાપાડા તાલુકાના પૂર્વપટ્ટી ના ગામોનું વનઅધિકાર સંમેલન મળ્યું હતુ જેમા પૂર્વપટ્ટી ના ગામોના આદિવાસીઓ આગેવાનો મોટી સંખ્યા મા જોડાયા હતા. જેમાં આદિવાસી ઓની કેટલીક મહત્વની માંગણીઓ ના ઠરાવ કરવામાં આવ્યાંહતા.
જેમા વન અધિકારકાયદા હેઠળ પેન્ડિંગ દાવા તાત્કાલિક ધોરણે મંજુર કરવામાં આવે, ખેતીવાડી વીજ કનેકશન ની પેન્ડીંગ ૧૦૪૯ અરજી નું સર્વે કરી તાત્કાલિક ધોરણે મંજુર કરવા, તેમજ ૭/૧૨ રેવન્યુ ના ખેડૂતોને મળતાં તમામ લાભો FRA સનદ ધરાવતા ખેડૂતો ને મળવા જોઈએ. દરેક ગામમાં પેસા કાનૂન મુજબ ગામસભા નું ગઠન કરી ગામથી જ વિકાસ ના કામોનું આયોજન કરીને સરકાર મા મોકલાવવામાં આવે. ઉપરાંત દરેક ગામમાં સહકારી મંડળી નું ગઠન કરીને ગૌણ વનપેદાશ, કાચા માલનું ખરીદ વેચાણ પણ ગામમાં જ કરવામાં આવે જેવા મહત્વના પ્રશ્નોના ઠરાવ કરવામા આવ્યા હતા.
આ પ્રસંગે આર્ચ-વાહીની ના પ્રમુખ તૃપ્તિ બેન,દામાભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ નર્મદા, બહાદુરભાઈ વસાવા જિલ્લા કોરોબારી અધ્યક્ષ નર્મદા, ચૈતરભાઈ વસાવા કિસાન મજદૂર સંઘ પ્રમુખ ગુજરાત ,તથા આદિવાસી સમાજ ના મોટી સંખ્યા મા લોકો જોડાયા હતા.
તસવીર : જ્યોતિ જગતાપ (રાજપીપલા)