કેવડિયામાં શ્રેષ્ઠ ભારત ભવન ખાતે પ્રથમ 3 સ્ટાર હોટલ લોન્ચિંગ

- સ્વિમિંગ અને સ્પા સહિત ફેસીલીટી પણ ઉપલબ્ધ,
- 31 મી ઉજવણી સાથે પ્રવાસીઓ માટે ગેમ સોનું પણ ખાસ આકર્ષણ,
સ્ટેચ્યુ ઓફ યુનિટના પ્રવાસીઓને સંખ્યા પ્રતિવર્ષ ક્રમશઃ વધી રહી છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં અને નાતાલ અને 31 મી ડિસેમ્બરે સ્ટેચ્યુ પર પ્રવાસીઓનો ઘસારો વધી જાય છે. ત્યારે પ્રવાસીઓ માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધા ઉભી કરવા સરકારે હોમ સ્ટે યોજના અમલમાં મૂકી છે, તો બીજી તરફ 3 સ્ટાર હોટલો પણ કેવડિયા ખાતે શરૂ કરાઇ છે.
જેમાં પ્રવાસીઓને રહેવા-જમવાની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે તાજેતરમાં કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામેલા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે પ્રથમ 3 સ્ટાર હોટલનો લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભારત ભવનને એક ઈન્ટરનેશનલ હોટલ ચેન રમાડા એકકોરની બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. આમ તો આ હોટલ 6 મહિનાથી શરૂ કરી દેવાઇ હતી, પરંતુ વિધિવત્ લોન્ચ કરવાનો બાકી હતું, તેથી હોટલના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ પંચાલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેના મેનેજર મનોજ મહારાજ સહિત સમગ્ર સ્ટાફ જોડાયો હતો ઉજવણી સાથે ગેમ શો પણ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મેનેજર મનોજ મહારાજે જણાવ્યું હતું કે આ હોટલનું ઓનલાઇન બુકિંગ થાય છે, તે તમામ પ્રવાસીઓને અહીં ઉત્તમ સુવિધા આપવામાં આવશે 55 રૂમોની બનેલી આ હોટલ કેવડિયાના મધ્યમાં આવેલી છે. અહીં તમામ ફેસેલીટી પ્રવાસીઓને આપવામાં આવી રહી છે, સ્વિમિંગ અને સ્પા સહિતની ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. 31મીએ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણો ઉભા કરવામાં આવશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)