નાંદોદના વાવડી ગામે સર્વપિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ શિવપુરાણ નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ

- જાણીતા કથાકાર શાસ્ત્રી સરજુદાસજી દ્વારા કથાનું રસપાન
- ગામમાં વાસ્તે ગાજતે ભવ્ય પોથીયાત્રા નિકળી
નાંદોદ તાલુકાના વાવડી ગામે સર્વપિતૃઓના મોક્ષાર્થે સમસ્ત વાવડી ગામ પરિવાર દ્વારા શ્રીમદ્દ શિવપુરાણ નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે 25 ડિસેમ્બરથી 2 જી જાન્યુઆરી સુધી 9 દિવસ સુધી ચાલનારા આ કથા યજ્ઞમાં વાવડી ગામ આખું કથા સાંભળવા છે, જેના સ્થાનિક સંતો દ્વારા સંસ્કૃતિની સુરક્ષાના હેતુથી ભારતવર્ષનો યુવાધન જે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે છે, તેમાંથી યુવાનોને મુક્ત કરવા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વડતાલગાદી આશ્રિત વાવડી ગામના સમસ્ત યુવા સમાજ દ્વારા યુવા જાગૃતિ અર્થે ગામ વ્યસન મુક્ત બને એવા તેવા આશયથી 2 જી જાન્યુઆરી સુધી શિવમહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે ગામના 50 જેટલા યુવાનોએ આજૂબાજૂના 42 જેટલા ગામોમાં ગામેગામ પત્રિકા વેચી આ કથાનો લાભ લેવા કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું છે, જેમાં પ્રથમ દિવસે ગામમાં વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમાં દરરોજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે શિવ પાર્વતી વિવાહ, ગણપતિ પ્રાગટ્ય,શાલીગ્રામ તુલસી વિવાહ, દત્તાત્રેય ચરિત્ર, હનુમંત ચરિત્ર, રામેશ્વર જ્યોતિર્લીંગ, રાસલીલા,માં કાલેકા પ્રાગટ્ય, નીલકંઠ વર્ણી મિલન જેવા પ્રસંગો પણ ઉજવવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા