ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ LCB

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવા તેમજ શોધી કાઢવા તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ નાસતા – ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એન. ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ એલ.સી.બી ના પો.સ.ઇ. પી. એસ. બરંડા તથા પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ તથા પોલીસ માણસોની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તા – ૨૬ / ૧૨ / ૨૦૧૮ ના રોજ રાત્રીના એલ . સી . બી ના કર્મચારીઓ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે. કો. અજયભાઇ તથા હે. કો. વર્ષાબેન નાઓને ખાનગીરાહે હકિકત મળેલ.
અંક્લેશ્વર શહેર પો. સ્ટ. ગુ. ર. નં. II ૧૫૫/૨૦૧૪ ધી ઇન્ડીયન ઇલેકટ્રીકસીટી એક્ટ – ૧૩૬ ( ૧ ) ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ – ૩ મુજબના ગુનાના કામનો નાસતો – ફરતો આરોપી કુનેહ ઉર્ફે શાહીલ ઉર્ફે માસ્ટર S/O નુરાની બાલેદીન જાતે શાહ રહે – તાડ ફળીયા , અંકલેશ્વર શહેર નો અંક્લેશ્વર શહેરમાં નવીનગરી ખાતે આવનાર છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી.ની ટીમના પોલીસ માણસોએ વોચમાં રહી ઉપરોકત ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી નાસતા – ફરતા આરોપી કુનેહ ઉર્ફે શાહીલ ઉર્ફે માસ્ટર ડ/o નુરાની બાલદીન શાહ રહે – તાડ ફળીયા, અંક્લેશ્વર શહેર, જી. ભરૂચ, મુળ રહે. સોહેલવા, પોસ્ટ – સીસવરીયા તા. નોબારા, જી. ગોંડા (ઉત્તરપ્રદેશ) નાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પો. સ્ટે. માં સોંપવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ
પો.સ.ઇ. પી. એસ. બરંડા તથા પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ તથા હે.કો. ચંદ્રકાંત શંકરભાઇ તથા હે.કો. અજયભાઇ રણછોડભાઇ તથા હે.કો. વર્ષાબેન રમણભાઇ તથા હે.કો. ઉપેન્દ્ર કેશરાભાઇ તથા હે.કો. દિલીપભાઇ યોગેશભાઇ