અંબાજી ટ્રાફિક પોલીસ કલેકટર સાહેબશ્રીના જાહેરનામાને પણ ગોળીને પી ગઈ

અંબાજી એક શક્તિ ભક્તિ અને આસ્થાનું એક પવિત્ર યાત્રાધામ છે આ યાત્રાધામ અરવલ્લીની ગીરીમાળાઓમા આવેલું છે અને અંબાજીમા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબા ભવાનીના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર સુધી પહોંચવા કોઈ માય ભક્તોને તકલીફ ના પડે તે માટે બનાસકાંઠા કલેકટર સાહેબ શ્રી દ્વારા અંબાજી ડી કે સર્કલ સુધીનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે અંબાજીમા ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એ જાહેર નામાની એસી કી તેસી કરીને નો પાર્કિંગ ઝોન જાહેર નામાનાં બોડ શોભાના ગાંઠિયા સમાન રાખી કલેકટર સાહેબશ્રીના જાહેર નામાની મજાક બનાવી રાખી છે અને અંબાજી બસ સ્ટેન્ડ આગળ ગેર કાયદેસર સર વાહનોમા પેસેન્જરો બેસારી કાયદાનો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે અંબાજીમાં ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા પોલીસ કર્મીને પોતાને કાયદાનું ધ્યાન હોવા છતાં કાયદાનું પાલન નથી કરવામા આવતુ ત્યારે બનાસકાંઠા જિલ્લાના બાહોશ અધિકારી અંબાજી ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવતા પોલીસ કર્મીઓને કાયદાનું પાલન કરતા શિખવાડે તેવી ચર્ચાઓ અંબાજીમા થવા લાગી રહી છે.
અમિત પટેલ (અંબાજી)