માંગરોળ તાલુકાના શીલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા સગર્ભા માતાઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૫ જેટલી સગર્ભા માતા ઓનું ચેકપ તથા નિદાન કરવામાં આવ્યું હતું. શીલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવેલ આ કેમ્પ મા જૂનાગઢના ગાયનેક ડૉ.મનીષ ચાવડા સાહેબ દ્વારા સગર્ભા માતાઓનું નિદાન તેમજ ચેકપ કરવામાં આવ્યું હતું તેમજ શીલના ડૉ.પાવતી વાલા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પણ આ કેમ્પ મા સગર્ભા માતાઓને વિસ્તૃત માર્ગદર્શન તેમજ સલાહ-સુચન આપવામાં આવ્યા હતા.
શીલ ખાતે યોજવામાં આવેલા આ કેમ્પને સફળ બનાવવા માટે માંગરોળના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડાભી સાહેબ તેમજ 108 ના જુનાગઢ જિલ્લાના અધિકારી ચેતન ગાધે સાહેબના સુંદર માર્ગદર્શન દ્વારા રાત દિવસ જોયા વગર જ 24 કલાક 365 દિવસ લોકોની સેવા માટે સતત ને સતત દોડતા રહેતા એવા માંગરોળ 108ના ઈ.એમ.ટી. ઇન્દ્રિસ અમરેલીયા, બીજલભાઈ ગઢવી, પાયલોટ હુસેન મથ્થા, જીતેન્દ્ર સગારકા દ્વારા સગર્ભા માતાઓને ઘરેથી લઈ આવવામાં આવ્યા હતા ત્યાર બાદ સગર્ભા માતાઓ નું ચેકપ થઈ ગયા બાદ આ સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે કેમ્પ થી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સાથે સાથે ખિલખિલાટના કોર્ડીંનેટર હિતેશભાઈ, ભાવેશ દવે, દીપક ઘરસાંઢા, યોગેશભાઈ દ્વારા પણ ખુબ જ સુંદર સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)