નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું પુનઃ ગૂંચવાયું
- વધુ દાવેદારોને લીધે મોવડીમંડળ અસમંજસમા.
- મામલો પ્રદેશમા પહોચ્યો
- સામી ઉતરાણે જાહેરાત નહી થાય
- ઉતરાણ પછી જ હવે જાહેરાત ની શક્યતા
નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખની જાહેરાત નુ કોકડું ફરી એક વાર ગૂંચવાયુ છે .જે હવે સમગ્ર મામલો પ્રદેશ મા પહોચ્યો છે તેમા પણ પ્રદેશમા કોની પસંદગી કરવી એ મોવડી મંડલ માટે માથાનો દુખાવો બની ગયો છે .હવે નવા જિલ્લા પ્રમુખ કોણ એ મુદ્દો હાલ ટોક ઓદ ધ ટાઉન બન્યો છે.
ગત ટર્મમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી બાદ વિવાદ થયો હતો,મોટી સંખ્યામાં કાર્યકરોએ રાજીનામાં પણ ધરી દીધા હતા.આ વખતે જિલ્લા ભાજપ પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, અશોક પટેલ, અનિરુદ્ધ સિંહ ગોહિલ, જયંતિ તડવી, વલ્લભ જોશી, પ્રકાશ વ્યાસ, રાજુભાઈ વસાવા, સુનિલ પટેલ, ઘનશ્યામ પટેલ, ડો.દર્શનાબેન દેશમુખ, ભારતીબેન તડવી, શંકર વસાવા, મનજી વસાવાએ દાવેદારી કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ માટે દાવેદારોનો રાફડો ફાટી નીકળતા મોવડીમંડળ અસમંજસમાં મુકાયું છે.આજ-કાલમા જાહેરાત કરાશે તેવી અટકલો નો આ માસ ના અંત સુધી પણ નથી આવ્યો .આજે કાલે કરતા કરતા હવે ઉત્તરાયણ પછી જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર થાય એવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.નર્મદા જિલ્લામાં બન્ને વિધાનસભાઓમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે,સાથે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ સત્તાથી દૂર થવું પડ્યું છે.આ સંગઠનની નબળાઈ હોવાનું પુરવાર કર્યુ છે ત્યારે પાર્ટી ને સંગઠન ને ઉગારી શકે તેવા સક્ષમ અને સૌને માન્ય હોય તેવા ઉમેદવાર ની શોધ કરવામા મોવડીમંડલને ભારે કવાયત કરવી પડી છે હવે એ જોવુ રહ્યુ કે કોના શીર પર આ કાંટાલો તાજ પહેરવાનો આવશે !
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા