લોકનિકેતન વિનય મંદિર લવાણાના બાળકો એ લીધી ગ્રામ પંચાયતની મુલાકાત

લોકનિકેતન વિનય મંદિર લવાણાના બાળકો એ લીધી ગ્રામ પંચાયતની મુલાકાત
Spread the love
  • લોકનિકેતન વિનયમંદિર લવાણા હાઈસ્કૂલ નો શિક્ષણ માં અનેરો પ્રયોગ
  • લોકનિકેતન વિનયમંદિર લવાણાના બાળકોએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી

લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણાના ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં બાળકોએ સમાજશાસ્ત્ર વિષય અંતર્ગત ‘પંચાયતી રાજ’… ત્રિસ્તરીય શાસન વ્યવસ્થા.. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે પાઠયપુસ્તક આધારિત સમજ મેળવી તેવી સંસ્થાઓ સાથે બાળકો પ્રત્યક્ષ મુલાકાત લઈ પંચાયતી રાજ વ્યવસ્થામાં પાયાની સંસ્થા એટલે ગ્રામ પંચાયત… બાળકો ગ્રામ પંચાયત, તેની રચના, સરકારી અધિકારી તલાટી-કમ-મંત્રી અને ગ્રામ સેવક, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ, ઉપસરપંચ, સભ્યોની રચના, કાર્યો વગેરે વ્યવહારિક રીતે સમજ કેળવાય તે હેતુસર આજે લવાણા ગ્રામ પંચાયતની મુલાકાત બાળકો માટે ગોઠવવામાં આવી હતી. જેમાં બાળકો સાથે શાળાના આચાર્યશ્રી, શિક્ષક જોડાયા હતા.

લવાણા ગ્રામ પંચાયતમાં બાળકોએ મુલાકાત લઈ સરપંચ, ઉપસરપંચ, સભ્યો, સરકારી અધિકારી તરીકે તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમના કાર્યો, જરૂરી પત્રકોની નિભાવણી, ગ્રામસભા, સરકારી યોજનાઓ , તેનું વ્યવસ્થાપન વગેરે વિશે લવાણા ગ્રામ પંચાયનતના સરપંચ શ્રી રામાભાઈ પઢિયારે તેમજ તલાટી-કમ-મંત્રી શ્રીમતિ ભારતીબહેને બાળકોને સરળ ભાષામાં પંચાયતી રાજમાં પાયાના અેકમ તરીકે ગ્રામ પંચાયત વિશે માહિતી આપી હતી.

રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!