કડી S.V કેમ્પસની બી.કોમ કોલેજ દ્વારા એમ્પોરિયો-2019નું આયોજન

સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની બી.કોમ.કોલેજ દ્વારા એમ્પોરીયા-૨૦૧૯નું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત બી.કોમ. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે અને વિવિધ વ્યવસાયની પ્રાયોગિક સમજણ કેળવાય તે હેતુથી એમ્પોરીયા-૨૦૧૯ના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત કોમર્સ કોલેજના ૬૦૦ વિદ્યાર્થીઓએ આચાર્ય અને પ્રાધ્યાપકગણના માર્ગદર્શન હેઠળ પોતાના વર્ગખંડમાં સલામતી અને સુરક્ષા,ઇવેન્ટ મેનેજમેન્ટ, નયા ભારત યુનિવર્સિટી, બચપન, સોશિયલ મીડિયા અને નેટવર્કિંગ, ઉજવણી, એક રાષ્ટ્ર એક બંધારણ, હોરર શો, રણોત્સવ અને ફૂડ ફિયેસ્ટા કોમર્સના વિવિધ વ્યવસાય પ્રસ્તુત કર્યા હતા.
કોમર્સ કોલેજ આયોજિત એમ્પોરીયામાં કડીની વિવિધ શાળાઓમાંથી ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ ઇવેન્ટો નિહાળી હતી. સર્વ વિદ્યાલય કેમ્પસની વિવિધ સંસ્થાઓના આચાર્યશ્રીઓ,શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ એમ્પોરીયાનાં સુંદર આયોજન બદલ વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી. સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ,સંસ્થાનાં મંત્રીશ્રીઓ ડૉ.મણીભાઈ પટેલ અને ડૉ.રમણભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.