ડાંગના ઝાવડા ગામ ખ્રિસ્તી સમુદાયના લોકોએ નવા વર્ષની ઉજવણી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણથી કરી

૧લી જાન્યુઆરી એ આખા ભારત દેશ માં નવા વર્ષની લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી આનંદ ઉત્સવ માનવતા હોય છે ત્યારે ખ્રીસ્તી સમુદાયના ડાંગ જિલ્લાના ઝાવડા ગામના સીએનઆઇ ચર્ચના પ્રમખુ રેવ. શંકરભાઇ કોંકણીની આગેવાની હેઠળ યાહોશઆુ યથુ ફેલોશશપનાાં પ્રમખુ શ્રી સંદેશ જયેશભાઈ ચોર્યા સહહત યથુ ફેલોશપના તમામ ભાઈ-બહેનોએ નવા વર્ષની ઊજવણી પ્રસંગે વઘઇ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા તમામ દદીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને દર્દીઓને ફ્રુટ તેમજ જુદી જુદી ભેટ સોગાદો આપી અનોખી રીતે નવા વર્ષની ઊજવણી કરવામાં આવી હતી. અને લોકો ને પ્રેમનો સંદેશો પાઠવ્યો હતો.