પોશીના દેલવાડા (છો )પ્રા. શાળા અને છોછર પ્રા.શાળામાં ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ

સાબરકાંઠાના પોશીના તાલુકામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ તથા બી.આર.સી કૌશિક ભાઈ શાહ અને સી.આર.સી દિનેશભાઈ નાયીની સીધી દોરવણી હેઠળ ટ્વિનિંગ પાર્ટનરશીપ અને ટીચર એક્સચેન્જ કાર્યક્રમ દેલવાડા (છો) પ્રા શાળા અને છોછર પ્રા.શાળા યજમાન તરીકે જઈ પ્રાથમિક ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોને શાળાની પ્રાર્થના સંમેલન, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ શાળા અભ્યાસિક અને સહભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લઇ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે સ્વાગત ગીત નાટક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સામાન્ય જ્ઞાનની ડિબેટ અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી ત્યારબાદ ત્યાં નજીકમાં આવેલ પૌરાણિક ચામુંડ માના મંદિરના દર્શન કર્યા તમામ બાળકોને પ્રકૃતિ અને સંસ્કૃતિના દર્શન થયા બંને દિવસ શાળાના વાતાવરણનો લાભ લઇ શિક્ષણ નું આદાન-પ્રદાન કરી શિક્ષકો સાથે તાદાત્મ્ય કેળવ્યું અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
રઘુભાઈ નાઈ (દિયોદર)