“વર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા” વિષય પર આદર્શ વિદ્યાલય,કડીમાં સુંદર પરિસંવાદ

કડીમાં આવેલ નિ. સે.પટેલ સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં અમૃત વિદ્યા સંકુલ (દેત્રોજ રોડ) તેમજ ડાહ્યાભાઈ પટેલ વિદ્યા સંકુલ (કરણનગર રોડ) ના બધા શિક્ષકો માટે 31/12/2019 ના રોજ વર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા વિષય પર સુંદર વ્યાખ્યાનનું આયોજન થયું હતું.જેમાં વિષય નિષ્ણાત તરીકે પાટણ સ્થિત પાયોનિયર વિદ્યા સંકુલના કેમ્પસ ડાયરેકટર અરવિંદસિંહ વાઘેલાએ ખુબજ સુંદર અને પોતાની આગવી સૂઝથી શિક્ષકોને વિષયમાં તરબોળ કરી દીધા હતા.વર્તમાન શિક્ષક પાસે સમાજ,રાષ્ટ્ર,વાલી અને વિદ્યાર્થીઓની કેવી અપેક્ષા હોય છે અને એના માટે શિક્ષકો એ પોતાની જાતને કેવી રીતે સજ્જ બનાવવી એ વિષયને એમણે ખુબજ સુંદર રીતે રજૂ કર્યો હતો. વક્તા શ્રી અરવિંદસિંહ વાઘેલા (કે.સી.પટેલ સંકુલ અને પાયોનિયર સ્કુલ કેમ્પસ ડાયરેક્ટર) એ વિષયનું સુંદર નિરૂપણ કર્યું. આ પ્રસંગે દરેક વિભાગના શિક્ષકો પ્રધાનાચાર્યો તેમજ મંડળના હોદ્દેદારોએ વિષયને ખૂબ માણ્યો હતો.