કડીમાં આઠ દિવસીય શિવ મહાપુરાણ કથા યોજાઈ

કડીના માર્કેટયાર્ડમાં આવેલ મેદાનમાં આઠ દિવસની શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા બુધવારના રોજ સંપન્ન થયી. ઇષ્ટદેવ ભગવાન શિવજીની કરુણામય કૃપાથી કડી શહેરના સુખ,શાંતિ,સમૃદ્ધિ,સંસ્કાર અંતર્ગત રાજા ઇન્ડસ્ટ્રીઝ ના દિલીપભાઈ પટેલના મુખ્ય યજમાન પદે શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન 24 મી ડિસેમ્બરથી કરવામાં આવ્યું હતું.વિશ્વના ખ્યાતનામ શિવકથાકાર રાજુબાપુ(મોટા જીંજુડા વાળા) ના સાનિધ્યમાં અને આઠ દિવસ ચાલેલા આ જ્ઞાનયજ્ઞમાં પોથીયાત્રા, સતી પ્રાગટય,શિવપાર્વતી વિવાહ,કાર્તિક-ગણપતિ જન્મ તથા પાર્થિવ શિવલિંગ-બાર જયતિર્લિંગ પૂજન જેવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યા હતા. આઠ દિવસ ચાલેલા આ જ્ઞાનયજ્ઞના અંતિમ દિવસે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના કાર્યકરોએ કથાકાર રાજુબાપુનું સન્માન કર્યું હતું તથા હજારો ભક્તોએ કથાકાર રાજુબાપુની રસમધુર શૈલીમાં સંગીત સાથે કથાનું રસપાન કર્યુ હતું. જ્ઞાનયજ્ઞમાં ઉદ્દઘોષક તરીકે કેશુભાઈ નાયી એ સેવા આપી હતી.